નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ Alt-Newsના કો ફાઉન્ડર ફેક્ટ ચેકર મહોમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી યુપીના તમામ કેસમાં વચગાળાના જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે ઝુબૈરના સામે તમામ ફરિયાદ દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે. ઉપરાંત ઝુબૈરના વિરુદ્ધ યુપીની એસઆઈટી પણ ભંગ થઈ ગઈ છે. કોર્ટના આદેશના મુજબ, ઝુબૈરને આ કેસમાં કોઈ નવી ફરિયાદ દાખલ થવા પર પણ રક્ષણ રહેશે. તે જો ચાહે તો દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફરિયાદ રદ્દ કરવાની માગ કરી શકે છે. કોર્ટે ઝુબૈરને 20000 રૂપિયાના જામીન પર તમામ છ ફરિયાદોમાં જામીન આપી દીધા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટિયાલા હાઉસ કોર્ટના સીએમએમને 20 હજારના વ્યક્તિગત જામીન બોન્ડ આપવામાં આવે. ત્યાર બાદ ઝુબૈરને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે. તેને આજે 6 વાગ્યા સુધીમાં તિહાર જેલમાંથી મુક્ત કરી દેવો જોઈએ.

કોર્ટે કહ્યું છે કે હવે ઝુબૈર સામેના તમામ કેસોની તપાસ દિલ્હી પોલીસ કરશે અને આ મામલો દિલ્હી હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે 6 FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ માટે આરોપીને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે “તેને સતત જેલમાં રાખવાનું કોઈ કારણ નથી, તેને તાત્કાલિક જામીન આપો.” કોર્ટે કહ્યું કે કોઈ નવી એફઆઈઆરમાં તેની ધરપકડ કરવામાં ન આવે.
SCએ યુપી સરકારની ઝુબૈરને ટ્વીટ કરવાથી રોકવાની માંગને પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે “આપણે તે કેવી રીતે કહી શકીએ? તે વકીલને દલીલ ન કરવા માટે કહેવા જેવું છે. વ્યક્તિને બોલવા માટે ન કહે.” તે જે પણ કરશે તે કાયદામાં જવાબદાર રહેશે. પરંતુ અમે પત્રકારને ન લખવા માટે કહી શકીએ નહીં.”

જણાવી દઈએ કે આજે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં ઝુબૈરની અરજી સામે કડક દલીલો આપી હતી. સરકારે તેની દલીલમાં કહ્યું હતું કે “આરોપીઓ પત્રકાર નથી. તેઓ પોતાને ફેક્ટ ચેકર્સ કહે છે. તેમની ટ્વિટ ઝેર ફેલાવે છે. તેમને આ ટ્વીટ માટે પૈસા મળે છે. તેમને દૂષિત ટ્વિટ માટે વધુ પૈસા મળે છે. યુપી પોલીસ માહિતી આપવાને બદલે, તે લાભ લે છે. વિડિયો અને ભાષણો જે સાંપ્રદાયિક વિભાજન પેદા કરી શકે છે.”
સરકારે એમ પણ કહ્યું કે ઝુબૈરને દર મહિને 12 લાખ રૂપિયા મળે છે અને “ઝુબૈર પોતે સ્વીકાર્યું છે કે તેને ટ્વિટ માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે.”








