Wednesday, December 3, 2025
HomeGujaratAhmedabadલંડનમાં ગુમ થયેલા અમદાવાદી યુવકનો મૃતદેહ મળી આવ્યો, આર્થિક સંકડામણના કારણે જીવન...

લંડનમાં ગુમ થયેલા અમદાવાદી યુવકનો મૃતદેહ મળી આવ્યો, આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારનો રહેવાસી કુશ પટેલ (Kush Patel) અભ્યાસ માટે થોડા મહિના અગાઉ લંડન (London) ગયો હતો, જ્યાં તે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ ગત 11 તારીખથી તે ગુમ થયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શકતો ન હતો. જેના કારણે તેના લંડનસ્થિત મિત્રોએ પરિવારનો સંપર્ક કરીને લંડન પોલીસને (London Police) ફરિયાદ કરી હતી, ત્યારે હવે લંડન બ્રિજ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

પ્રાથમિક વિગતો મુજબ, કુશ પટેલ 9 મહિના પહેલા લંડનમાં અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા લઈએ ગયો હતો. પરંતુ લંડન ગયાના બે અઠવાડીયામાં જ કોલેજે તેને નોટિસ આપીને જતાં રહેવા કહ્યું હતું. કોલેજમાં તેની હાજરી અને ફીને લઈને તેને નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે પરિવારને જાણ કરતાં કુશના પરિવાર દ્વારા વ્યવસ્થા કરીને ફીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી, ત્યાર બાદ કુશે કાયદા મુજબ વર્ક પરમિટ માટે અરજી કરી હતી, પણ કોઈ કારણસર એજન્ટ વર્ક પરમિટ લઈ આપી શક્યો નહીં, જેના કારણે કુશના પરિવાર દ્વારા લેવામાં આવેલી લોન પરત કરી દેવી પડી હતી અને આગામી ત્રણ માહિનામાં કુશના વિઝા પણ પૂર્ણ થઈ રહ્યા હતા જેના કારણે તે ચિંતામાં હતો.

- Advertisement -

આ અંગે તેણે મિત્રોને પણ જાણ કરી હતી, પરંતુ જ્યારે ગત 11 ઓગસ્ટના રોજ તેના મિત્રો તેને મળવા માટે તેના ઘરે ગયા ત્યારે તે ઘરે મળી આવ્યો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ રહ્યો ન હતો. જેથી મિત્રોએ તેના પરિવારને જાણ કરીને વેમ્બલી પોલીસ સ્ટેશનમાં કુશ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના CCTV અને કુશનું છેલ્લું લોકેશન તપાસતા તેનું લોકેશન લંડન બ્રિજ મળ્યું હતું. પરંતુ ત્યાં કુશ મળી આવ્યો ન હતો, ત્યાર બાદ ગત 19 ઓગસ્ટે લંડન બ્રિજ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો, જે કોહવાયેલી હાલતમાં હતો, જેથી તેની ઓળખ કરવી શક્ય ન હતી.

પોલીસે આ મૃતદેહને ફોરેન્સિક તપાસ કરવા મોકલી આપ્યો હતો અને હવે તેના DNA રિપોર્ટ આવતા સામે આવ્યું છે કે, આ મૃતદેહ કુશ પટેલનો જ છે. પોલીસે આ અંગે કુશના પરિવાર અને મિત્રોને જાણ કરતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ આર્થિક સંકડામણ હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular