નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં ચેઈન સ્નિચિંગના (chain snatching in Ahmedabad) અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે આજે શહેરમાં રાહદારીઓને છરી બતાવીને લૂંટ (Loot) કરતી ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઝડપી પાડી છે. આ ટોળકી રસ્તા પરથી પસાર થતાં એકલ-દોકલ પુરોષોને જ ટાર્ગેટ કરતી હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ શહેરમાં નિકોલ, નરોડા, રામોલ વિસ્તારમાં લૂંટને અંજામ આપતા હતા. અત્યાર સુધીમાં ટોળકીએ અનેક લોકોને છરીની અણીએ લૂંટ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટરની ટીમને માહિતી મળી હતી કે, શહેરમાં અગાઉ હથિયારના ગુનામાં ઝડપાયેલો શિવસિંગ ઉર્ફે આશુ સીકરવાર અને તેના સાગરીતો શહેરમાં અનેક વિસ્તારોમાં રાહદારીઓને રોકી છરીને અંણી દાગીનાઓની લુંટ કરે છે. શિવસિંગ આ દાગીનાઓ વેચવા માટે નંબર પ્લેટ વગરની અપાચે બાઈક લઈને ઠક્કરનગર તરફ જવાનો છે.
પોલીસને માહિતી મળતા નિકોલ ખોડિયાર માતાના મંદિર નજીકથી શિવસિંગ, દિલીપ રાજપુત, રાજારામ યાદવને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, અપાચે બાઈક, છરો કુલ રૂપિયા 11,44,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, આ ત્રણ આરોપીઓ નિકોલ વિસ્તારની સુર્યનગર સોસાયટીમાં ભાડાના મકાનનમાં રહે છે. શિવસિંગની એક્ટીવા અને અપાચે બાઈકથી અલગ-અલગ વિસ્તારમાં લૂંટને અજામ આપતા હતા. આરોપીઓ બપોરના સમયે એકલ-દોકલ બાઈક સાથે પસાર થતાં રાહદારીઓને રોકી છરો બતાવીને લૂંટ ચલાવતા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
આ ટોળકીની માન્યતા હતી કે, પુરુષો વધુ વજન વાળી ચેઈન પહેરતા હોય છે જેથી તેઓ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. પોતાના મોજશોખ, બાઈક અને મોબાઈલ ખરીદી કરવા માટે ટોળકી લૂંટ ચલાવતી હતી. આરોપીઓ ખાસ પૂર્વ વિસ્તારમાં લૂંટને અંજામ આપતા હતા. છેલ્લા દોઢ માસમાં અનેક લોકોને છરીને અણીએ લૂંટ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપીને આઠ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જોકે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








