નવજીવન ન્યૂઝ. કેશોદ : Keshod Crime News: જુનાગઢના (Junagadh) કેશોદની આલાપ કોલોની ખાતે નગરપાલીકા દ્વારા જર્જરિત ઓવરહેડ ટેંકને જમીનદોસ્ત કરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં પોરબંદરના(porbandar) શ્રમિકો પાણીનો ટાંકો તોડવાની કામગીરી કરતા હતા. જે શ્રમિકો (labourers) પાસે ખંડણીખોરો દ્વારા ખંડણી (extortion) ઉઘરાવવા માટે ધમકી આપવામાં આવતા 3 શ્રમિકોએ ફિનાઈલ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ (attempt suicide) કર્યો હતો. આ ત્રણેય શ્રમિકોને બેભાન અવસ્થામાં 108ની ટીમ મારફત સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે કેશોદમાં થોડા દિવસ પહેલા વિનોદ નામના શખ્સે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. અને હવે કેશોદમાં 3 શ્રમિકોએ ફિનાઈલ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ શ્રમિકોની સાથે કામ કરતાં અન્ય એક શ્રમિકે હોસ્પિટલ ખાતે પહોંચી મીડિયા સમક્ષ ખંડણીખોર દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને તેમના દ્વારા ધમકી ભર્યા ફોન આવતા હોવાનું કહી એક શખ્સનો મોબાઈલ નંબર પણ જાહેર કર્યો હતો.
આ ઘટનામાં આત્મહત્યાનો પ્રયાસ કરનારાઓમાં સંજયભાઇ પરમાર (ઉ.વ.20), કિશોરભાઈ વાધેલા (ઉ.વ.27), બિપીનભાઈ ચુડાસમા (ઉ.વ.32) રહે.તમામ પોરબંદર)ના હોવાનું જાણવાં મળ્યું હતું.
તસવીર – પ્રવિણ કરંગીયા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








