લતીફ ભાગ-20: ગીથા જોહરી Geetha Johri એ પોતાના વિશ્વાસુ પોલીસ કોન્સટેબલોને પોતાની ચેમ્બરમાં બોલાવી સુચના આપી કે કોઈ પણ કિમંતે લતીફ LATIF પોપટીયાવાડમાં આવે તેની માહિતી જોઈએ. હવે તમારે તમારા રોજના કામ કરવાની જરૂર નથી. પોલીસ સ્ટેશન Police Station નહીં આવો તો પણચાલશે, પણ કોઈ પણ કિમંતે લતીફ LATIF જોઈએ. કોન્સટેબલો સલામ કરી નિકળ્યા. ડીસીપી ગીથા જોહરી DCP Geetha Johri દ્વારા બહુ મોટી કામગીરી તેમને સોંપવામાં આવી હતી. અગાઉ લતીફ LATIF વિરૂદ્ધ બાતમી આપનારની લતીફે Latif હત્યા કરી નાખી હતી. તેના કારણે દરિયાપુર Dariapur માંથી કોઈ બાતમીદાર ઉભો કરવો અઘરો હતો. જો કે દરિયાપુર Dariapur માં લતીફ LATIF ગેંગના દારૂ સહિતના તમામ ધંધાઓ ધમધમતા હતા તેની ડીસીપી જોહરી DCP Johri ને જાણ હતી.
જો કે ગીથા જોહરી Geetha Johri ને ખબર હતી કે આ ધંધાઓ ચાલુ રહે તે તેમની લતીફ LATIF સુધી પહોંચવાની કવાયતમાં મદદરૂપ થાય તેમ હતાં. દારૂ ખરીદવા-પીવા અને નોનવેજના તવાઓ ઉપર લોકોની ભીડ જામતી હતી. તેમાં જોહરી Johri ના કોન્સટેબલો પણ ખાનગી ડ્રેસમાં સામેલ થઈ જતા હતાં. આ પોલીસવાળા દિવસો સુધી દારૂડીયાની જેમ દરિયાપુર Dariapur માં જતાં રહ્યાં અને દરિયાપુર Dariapur માં લતીફ LATIF ગેંગની થઈ રહેલી ગતિવિધિઓની માહિતી એકત્ર કરી રહ્યાં હતાં. બીજી તરફ ડીસીપી જોહરી DCP Johri ના પોસ્ટિંગ પછી પણ લતીફ LATIF સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી તેવી નારાજગી પણ વધી રહી હતી. જો કે જોહરી પાસે લતીફ Latif ની જે માહિતી આવી રહી હતી તે પોતાના સિનિયર અને ગૃહ વિભાગને જણાવી શકે તેમ ન્હોતા, પણ એક બપોરે ગીથા જોહરી Geetha Johri પોતાની ચેમ્બરમાં બેઠા હતાં. ત્યારે તેમના લેન્ડ લાઈન ફોનની રીંગ વાગી. તેમણે ફોન ઉપાડ્યો અને કાન ઉપર માંડ્યો અને તે ખુરશીમાંથી ઉભા થઈ ગયા. જોહરી ઉભા થઈ તરત પોતાના ઉપરી અધિકારી પાસે ગયા. તેમને જણાવ્યુ કે દરિયાપુર Dariapur માં લતીફ Latif, શરીફખાન SarifKhan, જાવેદ સહિત ગેંગના મહત્વના માણસો આવ્યા છે. હું ત્યાં જાઉ છું. જોહરી Johri ની વાત સાંભળી તેમના સિનિયર મરક હસ્યા, કદાચ જોહરી Johri ને તે ખરાબ પણ લાગ્યુ હતું. એક મહિલા અધિકારી થઈ પોપટીયાવાડ Popatiyawad માં ઘુસવાની હિમંત કરી લતીફ Latif ને પકડવાની વાત કરવી થોડી કાલ્પનીક લાગતી હતી. જોહરી Johri તેમને સલામ કરી ત્યાંથી નિકળ્યા. તે પહેલા તેમણે પોતાના ડેપ્યુટી એસ. પી. એ. કે. જાડેજા Deputy SP A. K. Jadeja અને સિદ્ધરાજસિંહ ભાટી Siddhraj Singh Bhati ને દરિયાપુર Dariapur પોલીસ સ્ટેશનના તાબામાં આવતી ઈદગાહ ચોકી ઉપર આવી જવાની સુચના આપી હતી. દરિયાપુર Dariapur પોલીસ સ્ટેશન અને પોપટીયાવાડ Popatiyawad ખુબ નજીક હોવાને કારણે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીની અવરજવર જોઈ કદાચ લતીફ Latif ને આગોતરી જાણ થઈ જવાની શક્યતા હતી. એટલે પોલીસ સ્ટેશનને બદલે ઈદગાહ ચોકી ઉપર સ્ટાફને બોલાવી લીધો.
જો કે જોહરી Johri સિવાય કોઈને ખબર ન્હોતી કે ઈદગાહ ચોકી ઉપર કેમ એકત્ર થવાનું છે. બપોરનો સમય હતો. મોટા ફોર્સ સાથે દરિયાપુર Dariaput માં દાખલ થવામાં આવે તો લતીફ Latif ને ખબર પડી જાય કારણ કે જેવી પોલીસ દરિયાપુરમાં દાખલ થતાં તેની ગેંગમાં સામેલ ટપોરી વ્હીસલ વગાડવા લાગતા હતાં. જેની જાણ લતીફ Latif ના ઘર સુધી થઈ જતી હતી. તેથી ઈદગાહ જે પોલીસ અધિકારીઓ આવ્યા તે તમામને જોહરી Johri એ સુચના આપી કે યુનિફોર્મ ચેઈન્જ કરી સિવિલ ડ્રેસ Civil Dress પહેરી લો. ખુદ જોહરી Johri એ પણ યુનિફોર્મ બદલી પંજાબી ડ્રેસ પહેરી લીધો હતો. આખુ ઓપરેશન ખુબ જ ઓછા સ્ટાફ, ઓછા હથિયારો અને ખાનગી વાહનો દ્વારા પાર પાડવાનું હતું. એક મોટું ઓપરેશન પાર પાડવાનું હતું પણ તેની જાણ સિટી કંટ્રોલરૂમને પણ ન્હોતી આપવામાં આવી.
10-15 મીનિટ સુધી જોહરી Johri એ ડી.વાય.એસ.પી. જાડેજા DYSP Jadeja અને ભાટીને બંધ બારણે બ્રિફિંગ આપ્યુ. કુલ 3 ટીમો તૈયાર કરવામાં આવી. દરેક ટીમમાં એક અધિકારી અને બે જુનિયરને સામેલ કરવામાં આવ્યાં. આમ કુલ નવ માણસો આખા ઓપરેશનને પાર પાડવાના હતાં. દરેકે પોતાની સર્વિસ રીવોલ્વર Service revolver સિવાય કોઈ હથિયાર સાથે લેવાનું ન્હોતુ અને તે પણ જરૂર પડે બહાર કાઢવાનું હતું. ત્યાં સુધી તે હથિયાર સંતાડી રાખવાનું હતું. એક પણ પોલીસ વાહનનો ઉપયોગ કરવાનો ન્હોતો. કુલ ત્રણ ટીમો હતી, તેની પાછળનું કારણ એવુ હતું લતીફ Latif ના ઘર તરફ જવા માટે દરિયાપુર Dariapur અને કાલુપુરમાંથી 3 રસ્તા જતાં હતાં. ત્રણે રસ્તા ઉપરથી એક એક ટીમ લતીફ Latif ના ઘર તરફ જવાની હતી. તે પણ ઓટો રિક્ષા Auto rickshaw માં જેથી કોઈને રિક્ષામાં પોલીસ આવી રહી છે તેવી શંકા જાય નહી. એ જમાનામાં મોબાઈલ ફોન હજી આવ્યા ન્હોતા અને મદદ માટે ફોર્સ મંગાવવા માટે વોકીટોકી રાખવાની જરૂર હતી પણ ખાનગી કપડાંમાં વોકીટોકી સાથે હોય તો લતીફ LATIF ગેંગને ખબર પડી જવાની શક્યતા હતી એટલે પડ્યા તેવુ દેવાશે તેવુ નક્કી કરી દરિયાપુર Dariapur માં ઘુસી જવાન નિર્ણય લેવામાં આવ્યો. આ વાત માત્ર 9 જ પોલીસ અધિકારીઓ જાણતા હતા.
એક કોન્સટેબલને 3 ઓટો રિક્ષા Auto rickshaw ઉભી રાખવાની સુચના આપી. રિક્ષા ઉભી રહેતા તમામ રિક્ષામાં પોલીસ અધિકારીઓ ખાનગી કપડામાં ગોઠવાઈ ગયા. એક રિક્ષામાં ડીસીપી ગીથા જોહરી DCP Geetha Johri , ડીવાયએસપી એ. કે. જાડેજા DYSP Jadeja અને સબ ઈન્સપેક્ટર પટેલ Sub Inspector Patel હતાં અને રિક્ષા પોપટીયાવાડ Popatiyawad તરફ દોડવા લાગી. રિક્ષા રોકનાર કોન્સટબેલને પણ આશ્ચર્ય હતું કે ડીસીપી DCP કક્ષાના અધિકારી રિક્ષામાં કેમ જઈ રહ્યા છે. બીજી તરફ જે રિક્ષામાં જોહરી Johri હતા તે રિક્ષા ડ્રાઈવરને પણ ખબર ન્હોતી કે તેના મુસાફરો કોણ છે અને રિક્ષા દરિયાપુર Dariapur થઈ પોપટીયાવાડ Popatiyawad તરફ વળી પણ કોઈનું ધ્યાન રિક્ષા તરફ ન્હોતું. પોપટીયાવાડ Popatiyawad રાબેતા મુજબ ચાલી રહ્યું હતું.
(ક્રમશ:)
PART – 19 | આ પહેલો પ્રયોગ હતો, હરેન પંડ્યાએ પેટા ચુંટણીમા લતીફ ના નામનો ઉપયોગ કર્યો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









