Saturday, June 3, 2023
HomeGujaratઆ પહેલો પ્રયોગ હતો, હરેન પંડ્યાએ પેટા ચુંટણીમા લતીફ ના નામનો ઉપયોગ...

આ પહેલો પ્રયોગ હતો, હરેન પંડ્યાએ પેટા ચુંટણીમા લતીફ ના નામનો ઉપયોગ કર્યો

- Advertisement -

લતીફ ભાગ-19 : રાજકિય અને પોલીસની છત્રછાયામાં લતીફ (Latif) બહુ મોટો થઈ ગયો હતો. રઉફવલીઉલ્લાહ Raufwaliullah ની હત્યા બાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન Ellisbridge Police Station માં હત્યાનો ગુનો તો નોંધ્યો પણ બધા જ ખાનગીમાં આ હત્યા માટે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ને જવાબદાર માની રહ્યા હતાં. ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકાર ઉપર પ્રજા અને ખુદ કોંગ્રેસીઓ ફિટકાર વરસાવી રહ્યા હતાં. સ્થિતિનો તાગ મેળવવામાં ચીમનભાઈ Chiman હોશીયાર હતાં. તેમણે તરત આ તપાસ સીબીઆઈ CBI ને સોંપી દેવાનો હુકમ કર્યો હતો, પણ સરકારમાં સૌથી નારાજ અને ગુસ્સામાં ગૃહમંત્રી સી. ડી. પટેલ C.D.Patel હતાં. તેમના અનેક પ્રયત્નો છતાં લતીફ (Latif) કાબુમાં આવી રહ્યો ન્હોતો અને રઉફ તો તેમના અંગત મિત્ર પણ હતાં. એક કોંગ્રેસી તરીકે પણ તેઓ પોતાના સાથીનું રક્ષણ કરી શક્યા નહીં તેનો તેમને અફસોસ પણ હતો. હવે સી. ડી. પટેલ C.D.Patel ને પોતાની ભુલ સમજાઈ રહી હતી. હાલમાં જે પોલીસ અધિકારીઓ હતાં તેમના ભરોસે લતીફ (Latif) અને તેની ગેંગને કાબુમાં લઈ શકાય તેમ ન્હોતી. તેમણે અમદાવાદ પોલીસ Ahmedabad Police માં કેટલાંક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો અને ડેપ્યુટી પોલીસ કમિશનર Deputy Commissioner of Police તરીકે ગીથા જોહરી Geetha Johri ને મુક્યા. જોહરીના તાબાના પોલીસ સ્ટેશનમાં દરિયાપુર પોલીસ સ્ટેશન પણ આવતું હતું.ગુજરાત પોલીસના પ્રથમ મહિલા આઈપીએસ first IPS woman from Gujarat Police અધિકારી ગીથા જોહરી Geetha Johri ને જ્યારે લતીફ (Latif) ને નાથવા માટે મુક્યા ત્યારે ખાનગીમાં ઘણા સિનિયર પોલીસ અધિકારીઓ પણ જોહરીની મશ્કરી કરતા હતા, કારણ મોટી મુછોવાળા અધિકારીઓ જે ના કરી શક્યા તે કામ હવે ગીથા જોહરી Geetha Johri ના ભાગે આવ્યુ હતું. પણ ગીથા જોહરી Geetha Johri પણ કઈ ઉતાવળ કરવાના મુડમાં ન્હોતા. તેમની એક ભુલનો ફાયદો લતીફ (Latif) તો ઠીક પણ પોલીસ વિભાગમાં રહેલા લતીફ (Latif) ના હપ્તા ખાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ પણ ઉઠાવે તેવી સંભવાના હતી. જ્યારે ગીથા જોહરી Geetha Johri દરિયાપુર વિસ્તારમાંથી પોલીસની કારમાં પસાર થતાં ત્યારેલતીફ (Latif) ના ટપોરીઓ જોહરી Johri ને જોઈ ગલીચ ટીપ્પણીઓ પણ કરતા હતાં. ટપોરીઓની હિમંત વધી ગઈ હતી, તેમને પોલીસની બીક લાગતી ન્હોતી. આ તબક્કે જોહરી કારમાંથી ઉતરી ગલીચ ટીપ્પણી કરનારને ડંડાની તાકાત બતાડી શકતા હતાં. પરંતુ જોહરીને ખબર હતી કે તેમની તાકાત લતીફ (Latif) છે અને જ્યાં સુધી લતીફ (Latif) ને પોલીસના ડંડાની બીક લાગશે નહીં ત્યાં સુધી સામાન્ય ટપોરીઓને મારી અથવા ડરાવવાનો કોઈ અર્થ નથી. જોહરી Johri માટે સૌથી અગત્યનું હતું કે લતીફ (Latif) , અને શરીફખાન Sharifkhan સહિત ગેંગના માણસોને શોધી જેલમાં મોકલી આપવા.

જોહરી Johri એ લતીફ (Latif) ને ઝડપી લેવા માટે લતીફ (Latif) સ્કવોર્ડની રચના કરી. જેમાં કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ હતાં. જો કે આ સ્કવોર્ડમાં સામેલ પોલીસ અધિકારીઓ ઉપર પણ ભરોસો મુકવો અઘરો હતો. છતાં જોહરીએ પોતાના સત્તાવાહી અવાજમાં તેઓ અધિકારીઓને શાનમાં સમજાવી દીધા હતા કે હવે કોઈ ગરબડ ચાલશે નહીં લતીફ (Latif) કોઈ પણ સંજોગોમાં પકડાવવો જોઈએ. ત્યારે અમદાવાદ શહેરમાં ડેપ્યુટી પોલીસ કમિશનર Deputy Commissioner of Police તરીકે એ. કે. સુરોલીયા A.K. Surolia પણ હતાં. તેઓ વર્તમાન સ્થિતિથી બહુ દુખી હતા, તેમને સિસ્ટમ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો. કારણ રાજકિય નેતાઓને કારણે પોલીસ લાચાર થઈ જતી હતી. જો કે તેમના તાબાના વિસ્તારમાં દરિયાપુર આવતુ ન્હોતુ માટે તેઓ કંઈ કરી શકતા ન્હોતાં. આ પ્રકારનો સ્વભાવવાળા અને લતીફ (Latif) નું પુરૂ કરી નાખવુ જોઈએ તેવા મતના બીજા આઈપીએસ અધિકારી IPS Officer ઓ પણ હતાં. જેમાં પી. કે. ઝા, સતીશ વર્મા, એ. કે. સિંગ, આશીષ ભાટીયા અને અતુલ કરવાલા P. k. Jha, Satish Verma, A. K. Singh, Ashish Bhatia and Atul Karwala પણ હતા.જો કે કદાચ કુદરતે હજી તેમને તેવી તક પુરી પાડી ન્હોતી.


- Advertisement -

લતીફ (Latif) ને કારણે ભાજપ BJP ને કેટલો ફાયદો થઈ રહ્યો છે અથવા ભાજપ BJP લતીફ (Latif) ને આગળ ધરી કેટલો ફાયદો લઈ રહ્યુ છે તે ત્યારના કોઈ રાજકિય પંડિતોને સમજાયુ નહીં. પરંતુ રાજકિય ગણિત માંડવામાં માહિર નરેન્દ્ર મોદી Narendra Modi (હાલના ભારતના વડાપ્રધાન)એ લતીફ (Latif) ના નામનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય તેની બ્લુપ્રીન્ટ તૈયાર કરી હતી. એલીસબ્રીજ Ellisbridge વિધાનસભામાંથી અપક્ષ ચૂંટાઈ આવતા નખશીખ પ્રમાણિક અને ગાંધીવાદી બાબુભાઈ વાસણવાળાના નિધનને કારણે એલીસબ્રીજ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી હતી. જેમાં ભાજપે પેટા ચૂંટણીમાં હરેન પંડ્યા Haren Pandya ને મેદાનમાં ઉતાર્યા હતાં. નરેન્દ્ર મોદી Narendra Modi ત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી હતા અને તેમનો મુકામ લો ગાર્ડન Law Garden પાસે આવેલા મેયર બંગલોમાં રહેતો હતો. મેયર તરીકે ડૉ મુકુલ શાહ Dr. Mukul Shah હતા. તમામ રાજકિય ગતિવિધોઓ ઉપર નરેન્દ્ર મોદી Narendra Modi બારીક નજર રાખી રહ્યા હતાં.હરેન પંડ્યા Haren Pandya ચૂંટણીમાં ઉભા રહેતા ચીમનભાઈ પટેલને હરેન સામે વ્યક્તિગત વાંધો હતો કારણ કે ચીમનભાઈ પટેલનો અંગત બંગલો ગેરકાયદે છે તેવો હરેને જાહેરમાં આરોપ મુક્યો હતો. જેના કારણે ચીમનભાઈ ઈચ્છતા હતાં કે કોઈ પણ ભોગે હરેન Haren હારવો જોઈએ.

હરેન પંડ્યા સામે ચીમનભાઈ પટેલે Chimanbhai Patel ઉદ્યોગપતિ લાલચંદ દેવચંદ Businessman Lalchand Devchand ને મેદાનમાં ઉતાર્યા હતાં. ચીમનભાઈ પટેલ Chimanbhai Patel પણ રોજ રાત પડે એલીસબ્રીજ કાર્યાલય આવી જતા હતાં. પોલીસનો મોટો કાફલો પણ પહોચી જતો હતો. ચીમનભાઈ પટેલ Chimanbhai Patelના ઈશારે લાલચંદ Lalchand ની ચૂંટણી જીતાડવા આખું તંત્ર કામે લાગી ગયુ હતું પણ નરેન્દ્ર મોદી Narendra Modi ની યોજના પ્રમાણે હરેન પંડ્યા Haren Pandya એ પ્રચાર શરૂ કર્યો. હરેન Haren ડોર ટુ ડોર પ્રચાર કરવા જાય ત્યારે મતદારોને એટલું કહેતા હતા કે લતીફ (Latif) ને ભુલશો નહીં.


હવે એલીસબ્રીજ Ellisbridge ના મતદારોને લતીફ (Latif) સાથે કોઈ લેવાદેવા ન્હોતી પણ માસી-કાકા, અને ભાઈ લતીફ (Latif) ને ભુલશો નહીં તે વાત કારગાર સાબીત થઈ. ચુંટણી થઈ અને પરિણામ જાહેર થયા ત્યારે એક બાજુ આખી ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકાર હોવા છતાં હરેન પંડ્યા 48 હજારની જંગી બહુમતી સાથે એલીસબ્રીજ Ellisbridge વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં. આમ એક લતીફ (Latif) ભાજપને મોટો કરવામાં કેટલો મહત્વનો સાબિત થયો તેનું આ ઉત્તમ ઉદાહરણ હતું., ભાજપે ઇ.સ. 1995માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ લતીફ (Latif) ના નામનો ઉપયોગ કરવાની યોજના બનાવી દીધી હતી.

(ક્રમશ:)

PART – 18 | સાંસદ રઊફ વડા પ્રધાન રાજીવને કોઇ પુરાવા આપવાના હતા ત્યારે લતીફે એક મિટિંગ બોલાવી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular