નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા મુખ્યત્વે બે ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે, જેમાંથી મોટેરા ખાતે આવેલું સ્ટેડિયમ થોડા સમય અગાઉ જ રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ હવે નવરંગપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમનું પણ હવે રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે તેવું AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનો સ્ટ્રક્ચર રિપોર્ટ અનફીટ આવતા AMC દ્વારા સ્ટેડિયમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં અવાર નવાર ઇવેન્ટ થતી હોય છે ત્યારે હવે કોઈ ઈવેન્ટ જોખમી ન બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની ફરતે આવેલી પ્રેક્ષક ગેલેરી જર્જરિત હાલતમાં છે. અનેક જગ્યાએ પોપડા પણ પડ્યા છે. કોઈ જાન હાનિ ન થાય તે માટે અત્યાર સુધી જાળી પણ બાંધવામાં આવી હતી. ત્યારે હવે AMCનો રિપોર્ટ આવતા મેદાન સિવાય સ્ટ્રક્ચર જોખમી હોવાનું સામે આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં માત્ર હવે રમત ગમત માટે જ ઉપયોગમાં લઈ શકાશે. મેદાન સિવાયનું સ્ટ્રક્ચર હવે જોખમી હોવાથી સરદાર પટેલ સ્ટેડિયમમાં ઈવેન્ટ થઈ શકશે નહીં. સ્ટેડિયમને રિનોવેશન કરવા માટે હવે તંત્ર વિચારણા કરશે.
સરદાર પટેલ સ્ટેડિયમમાં તાજેતરમાં જ ખેલ મહાકુંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં PM નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની સ્ટેડિયમમાં આવી પહોંચી હતી. ત્યારે આ કાર્યક્રમ બાદ AMCનો રિપોર્ટ સામે આવતા હવેથી સરદાર પટેલ સ્ટેડિયમ પર રમત ગમત સિવાય કોઈ અન્ય ઇવેન્ટ યોજાશે નહીં જેમાં પ્રેક્ષક ગેલેરીનો ઉપયોગ થતો હોય.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











