Tuesday, July 7, 2026
HomeGeneralઅમદાવાદઃ ચકચારી આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિને 10 વર્ષની સજા...

અમદાવાદઃ ચકચારી આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિને 10 વર્ષની સજા ફટકારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ચકચારી આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા આપી છે. એક વર્ષ પહેલા આઈશાએ રિવરફર્ન્ટ પરથી વીડિયો બનાવીને જીવન ટુંકાવ્યુ હતુ. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો અને તેના આરોપીને કડકમાં કડક સજાની માગ લોકો ઉઠાવી હતી. ત્યારે એક વર્ષ બાદ સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે.



અમદાવાદમાં 2 ફેબ્રુઆરી 2021એ રિવરફર્ન્ટ પરથી સાબરમતી નદીમાં જમ્પ લગાવી આઈશાએ આત્મહત્યા કરી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં આઈશાએ કહ્યું હતું કે, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ… ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહીં હૈ, અબ બસ ક્યા કહે? સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ… ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રો કર દો, અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.”

કોર્ટે વીડિયોના આધારે આરોપી આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ઘટનામાં નોંધ્યું છે કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા માટે આરોપીને બક્ષી ન શકાય. આત્માહત્યા પહેલા આઈશાએ તેના પતિ સાથે એક કલાક જેટલી વાત કરી હતી. જેથી પતિએ આઈશાને આત્મહત્યા કરવા દુષપ્રેરણા આપી હોવાનું સાબિત થાય છે. આરોપીનો વોઇઝ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. ઉપરાતં આરીફે આઈશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હોવાનું મેડિકલ રિપોર્ટને પણ ધ્યાનમાં લેતા કોર્ટ સજાનું એલાન કર્યું હતું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular