નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. મહામારીના કારણે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે 5.30 વાગે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. હાલ ભગવાનના રથ ખાડિયા પાસે પહોંચી ગયા છે.
ભગવાનની મંગળા આરતી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંગળા આરતી પૂરી થયા બાદ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવવામાં આવી હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહ મંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બળભદ્રના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા. ઉપરાંત ભગવાનને ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા અંગે જણાવ્યું કે, ‘ભગવાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. યાત્રા સમયસર શરૂ થાય અને ભગવાન સમયસર મંદિરમાં પહોંચે તે માટેની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે અનેક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા પણ રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલને કોરોના પોઝિટિવ થતા આ વર્ષે પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ ચાલી રહી હતી. પરંતુ જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ CM ભૂપેન્દ્ર પટેલે કરતા તમામ અટકળો પર અંત આવી ગયો. તાજેતરમાં જ CM ભુપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે ગઈ કાલે કરવામાં આવેલો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી આજે વહેલી સવારે સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











