Friday, April 17, 2026
HomeGeneralપોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે શરૂ કરાઇ ડિજિટલ પેમેન્ટની સુવિધા, QR કોડ સ્કેન...

પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે શરૂ કરાઇ ડિજિટલ પેમેન્ટની સુવિધા, QR કોડ સ્કેન કરીને ચુકવણી કરાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં હવેથી પોસ્ટ ઓફિસમાં છૂટા પૈસા લઈને જવા અંગે ગ્રાહકો છુટકારો મળશે. ભારતીય ટપાલ વિભાગએ ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત કેશલેશ સુવિધા સજ્જ કરવાના ભાગરૂપે નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે UPIના મધ્યમથી ઓનલાઈન ચુકવણી સ્વીકારવાનો પ્રારંભ કર્યો છે.



આજથી ગુજરાત સહિત દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા ગ્રાહક માટે શરૂ કરવામાં આવી છે. ગ્રાહક QR કોડ સ્કેન કરીને આ સેવાનો લાભ લઈ શકશે. જેથી ગ્રાહકોને લઈને જવા પડતાં છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સેવા આવનારા દિવસોમાં તમામ પોસ્ટ ઓફિસમાં લાગુ કરવામાં આવશે.

ગુજરાતમાં હાલ 33 હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. આ તમામ હેડ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો વિવિધ સેવા માટે ડિઝિટલ પેમેન્ટ કરી શકશે. પ્રારંભિક તબક્કામાં રજીસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ, પાર્સલ સેવા, અને મની ઓર્ડર માટે વસુલવામાં આવતી રકમનો ચાર્જ કાઉન્ટર પર લાગેલા QR કોડને સ્કેન કરી પેમેન્ટ કરી શકાશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular