Monday, September 7, 2026
HomeGeneralપાર્ટીથી નારાજ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું, કોંગ્રેસની નિર્ણયશક્તિ સામે ઉઠાવ્યા હતા સવાલ

પાર્ટીથી નારાજ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું, કોંગ્રેસની નિર્ણયશક્તિ સામે ઉઠાવ્યા હતા સવાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. અગાઉ હાર્દિક પટેલે કોંગ્રેસના નિર્ણયશક્તિ સામે નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ દિલ્હીનું તેડું આવતા અનેક અટકળો તેજ થઈ છે. છેલ્લા ઘણા દિવસથી મીડિયા સમક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.



હાર્દિક પટેલની નારાજગી વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે નરેશ પટેલ બાબતે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા અને નિર્ણયશક્તિ સવાલ સામે ઉઠાવ્યા હતા. હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ નિવેદનો બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા જણાવ્યુ હતું. ઉપરાંત નિવેદન અંગેનો રિપોર્ટ દિલ્હી દિલ્હી કર્યો હતો. ત્યારે અચાનક હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવતા સૌ કોઈ આશ્ચર્યમાં પડ્યા છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો છે. મિડયા સમક્ષની વાતચીતમાં હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. બીજી બાજુ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી હતી. જો કે હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેમણે જણાવ્યુ હતું કે તે પાર્ટીમાં જ રહેશે.



આરોપી અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, સુરત અને ઉત્તરપ્રદેશમાં આ પ્રકારે અંદાજિત 300 થી વધારે લોકો પાસેથી 3,50,000ની ઉઘરાણી કરી ચૂક્યો છે. ઉપરાંત તેના મોબાઈલ માંથી મળી આવેલા નંબર અંગે તપાસ કરતાં કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાનના ટ્રકના માલિકો સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular