નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ઓનલાઈન સટ્ટાકાંડનો (Online Betting) વેપલો દિવસને દિવસે વિકસી રહ્યો છે. જોકે IPL (IPL 2023) શરૂ થાય તે અગાઉ PCBની ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. થોડાક દિવસ અગાઉ અમદાવાદમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાકાંડનું PCB દ્વારા પર્દાફાશ (Ahmedabad PCB Busted International Cricket Betting Scam) કરવામાં આવ્યું હતું. જે સટ્ટાકાંડમાં રૂપિયા 5 હજાર કરોડથી વધુના બેનામી વ્યહારો મળી આવ્યા હતા . જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનરના (CP Of Ahmedabad) સૂચનો મુજબ આ રેકેટમાં ફરાર આરોપીઓને પકડવા માટે SIT ની રચના કરવામાં આવી હતી. SITએ સટ્ટાકાંડમાં સામેલ સુજેશ શાહ નામની આરોપીની મુંબઇથી (Mumbai) ધરપકડ કરી છે, જયાં તેઓ દુબઈના કેટલાક બુકીઓના (Dubai bookie) સંપર્ક હોવાનો પણ સામે આવ્યું છે. દુબઈ, શ્રીલંકા,સહિત જુદા-જુદા દેશમાં આરોપી સુજેશ શાહ ટ્રીપ મારી ચૂક્યો છે. હાલ તેની સટ્ટાકાંડને લઇ સઘન પૂછપરછ કરી અન્ય આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : 5 હજાર કરોડે પહોંચ્યું સટ્ટાકાંડ, અમદાવાદ PCBએ પકડેલા કાંડની તપાસમાં EDની પણ થઈ એન્ટ્રી
અમદાવાદના માધુપુરા ખાતે આવેલા સુમલે બિઝેનસ પાર્કની એક ઓફિસમાં કરોડો રૂપિયાનો ઇન્ટરનેશલન ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમી PCBને મળી હતી. જે બાતમીના આધારે PCBએ ઓફિસમાં દરોડા પાડી ઓનલાઈન સટ્ટાકાંડનું પર્દાફાશ કર્યુ હતું. જેમાં 18000 હજાર કરોડ જેટલા બેનામી વ્યવહાર થયો હોવાનો તપાસ સામે આવ્યો હતો, જો કે આ કેસમાં ઉડાંણપૂર્વક તપાસ કરતા તેની રકમ વધીને 5 હજાર કરોડ સુધી પહોચી હતી. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલની ગંભીરતાને જોતા SIT રચના કરી હતી. સટ્ટાકાંડમાં સામેલ 16 જેટલા વોટેન્ડ આરોપીઓને પકડવા SITની ટીમ 3 જેટલી ટીમ રાજસ્થાન 1 મુંબઈ અને 1 પંજાબ સહિત અલગ-અલગ રાજ્યમાં તપાસ દૌર લંબાવ્યો હતો. જયાં SITની ટીમ મુંબઈમાંથી વધુ એક સટ્ટાકાંડના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સટ્ટાકાંડના તાર છેક દુબઈ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમ્રગ ઓનલાઈન સટ્ટાકાંડનું ઓપરેટ અમદાવાદની એક ઓફિસમાંથી થતું હતું. PCBએ દરોડા દરમિયાન ઓફિસમાંથી, 500થી વધુ બેનામી બેન્ક એકાઉન્ટ, સીમકાર્ડ, અલગ-અલગ બેન્કોની ચેક બુક, ડેબિટ કાર્ડ, મોબાઇલ ફોન સહિત રોકડા રકમ સહિત 4 જેટલા આરોપીઓને દબોચી પાડ્યા હતા. જોકે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસોઓ થયા છે. જેમાં આરોપીઓ ઈન્ટરનેશનલ કક્ષાનું ઓનલાઈન સટ્ટો રમાડી બેન્ક, આગંડિયા પેઢી , હવાલા મારફતે આર્થિક વ્યવહારો કરતા હતા અને દુબઈ સુધી આ સટ્ટો રમાડવામાં આવતું હતું.
TAG: Ahmedabad Crime News, Ahmedabad PCB, Online Betting Hawala Racket,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








