Monday, April 27, 2026
HomeGujaratઅમદાવાદમાં એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમીત હોવાની શંકાથી તંત્ર દોડતુ થયુ, UKથી...

અમદાવાદમાં એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમીત હોવાની શંકાથી તંત્ર દોડતુ થયુ, UKથી આવેલા એક મુસાફર કોવિડ પોઝીટીવ આવતા ચિંતા વધી

- Advertisement -

નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલમાં સાઉથ આફ્રીકામાં ઓમિક્રોન નામનો નવો વેરિઅન્ટ સામે આવ્યો છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આવતા દરેક મુસાફરનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દરસિયાન ગઈકાલે UKથી આવતી એક ફ્લાઈટમાં 222 મુસાફરો અમદાવાદ આવ્યા હતા જે પૈકી એક યુવતી કોવિડ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ હતુ.

UKથી આવેલી આ મુસાફરને કોરોના પોઝિટિવ આવ્યો છે પરંતુ તેને કોરોનાના કયા વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે તે જાણવા માટે તેના સેમ્પલ પૂણે સ્થીત જિનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ મુસાફરને હાલ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. તેને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે કે નહીં તે પૂણેથી રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પરંતુ UKની ફ્લાઈટમાં આવેલા તમામ મુસાફરોને હાલ કોરોનાની કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની સુચના આપવામાં આવી છે અને સંક્રમીત વ્યક્તિને સારવાર માટે હોસ્પીલમાં ખસેડવામાં આવ્યા છે.





ઉલ્લેખનીય છે કે આગામી સમય ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે અને કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચિંતા વ્યક્ત કરતા પોતાના સોશિયલ મિડીયામાં ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે ,“ગુજરાતના દરેક ભાઈ-બહેનો જેમણે આ કોરોનાની મહામારીમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના હું હાથ જોડીને વિનંતી કરુ છુ કે તમે આ સરકારને સમજાવો કે ઓમિક્રોન નામનો ખુબ જ ખતરનાક વાઈરસ ગુજરાતમાં અને દેશમાં ફેલાઈ શકે છે તો આ વાઈરસની ગંભીરતા જોતા વાઈબ્રન્ટ ગુજરાતનો આ કાર્યક્રમ ન કરે. આપણુ આરોગ્ય તંત્ર કેટલુ ખાડે ગયુ છે તે સ્વજનો ગુમાવવાના કારણે તમારાથી વધુ કોઈ નથી જાણતુ. હું કહીશ તો વાત રાજકારણમા ખપી જશે જેથી હું આપ સૌના અપીલ કરુ છુ કે પ્લીઝ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારને આ વાત સમજાવો કે આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ન કરે નહીતો અનર્થ થઈ જશે.”

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular