Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવાદ: ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા એક ASI અને 3 ટ્રાફિક...

અમદાવાદ: ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા એક ASI અને 3 ટ્રાફિક જવાન ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ જ દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા એક ASI અને ત્રણ ટ્રાફિક જનવાન ઝડપાયા છે. ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂપાર્ટી સામે આવતા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.



ગુજરાતમાં દારૂબંધીના નિયમોના અમદાવાદ પોલીસે ધજાગરા ઉડાવતા ઝડપાઇ ગયા છે. રાજયમાં દારૂબંધીનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પણ દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂપાર્ટી કરતાં ઝડપાયા છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. આ ટ્રાફિક પોલીસ ચોકી પશ્વિમ ઝોનના ટ્રાફિક DCPના તાબા આવે છે. ટ્રાફિક પોલીસ ચોકીમાં મહેફિલ માણતા કર્મીઓના નામ ટ્રાફિક જવાન દિનેશ પટ્ટણી, રાકેશ પટ્ટણી, સોનું પાલ અને ASI કાંતિ સોમાભાઇ સામે આવ્યા છે. દારૂ મહેફિલની જાણ ઉચ્ચ અધિકારીને થતાં પોલીસની ટીમે પોલીસ ચોકી પર આવીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે એક દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. ઉપરાંત મહેફિલ માણતા કર્મીઓ સામે ગુનો પણ નોંધવામાં આવશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular