નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Firing Video : અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં ગઈકાલે યુપી-બિહાર જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં એક યુવક જાહેર રોડ પર ફાયરિંગ (Firing on Road) કરતાં જોવા મળ્યો હતો. યુવક મણિનગરમાં (Maninagar) આવેલી એક જ્વેલર્સની દુકાનમાં લૂંટ (Loot) કરવાના ઈરાદે આવ્યો હતો. યુવકે જ્વેલર્સના માલિકને બંદૂક બતાવતા માલિકે બુમાબુમ કરી મુકતાં યુવક દોડ મુકીને ભાગ્યો હતો. જોકે આ બનાવ સ્થળે લોકોની ભારે ભીડ હોવાથી લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસના (Ahmedabad Police) હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા રામબાગ પાસે રાજસ્થાનથી લૂંટના ઇરાદા આવેલા લોકેન્દ્રસિંહ શેખાવત નામના વ્યક્તિએ મંગળવારે 9 વાગ્યાના અરસામાં વૃદાંવન જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવા માટે આવી પહોંચ્યો હતો. લોકેન્દ્રસિંહે દુકાનમાં પહોંચ્યો તે સમયે જ્વેલર્સ માલિક ફોન પર વાતચીત કરી રહ્યો હતો, જેથી લોકેન્દ્રસિંહે બંદૂક કાઢીને ફોન મુકી દેવા માટે જણાવ્યું હતું. જોકે લૂંટારાને જોઈને જ્વેલર્સ માલિકે બુમાબુમ કરી મુકતાં લૂંટ કરવા આવેલા લોકેન્દ્રસિંહ દુકાનમાંથી નિકળીને દોડ મુકી હતી.
ગઈકાલે 15મી ઓગસ્ટ હોવાના કારણે જાહેરરોડ પર લોકોની ભારે ભીડ હતી. જેથી લૂંટારૂને જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને લૂંટારૂ પાછળ દોડ્યા હતા. આ દરમિયાન લૂંટારૂએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ફાયરિંગના કારણે આસપાસના લોકો ભયમાં મુકાયા હતા. તેમ છતાં સ્થાનિક લોકોના ટોળાએ હિંમત દાખવીને રામબાગ ચાર રસ્તા પાસેથી લૂંટારૂને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જોકે આ બનાવ જે જગ્યા પર બન્યો તેનાથી 500 મીટરના અંતરે જ મણિનગર પોલીસ સ્ટેશન આવેલું છે. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવીને લૂંટારૂની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે ACP જાડેજાએ જણાવ્યું હતું કે, મણિનગર ચાર રસ્તા પાસે ફાયરિંગ થયા હોવાની જાણ પોલીસને થતાં મણીનગરપોલીસના કાફલો તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયો હતો. ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે. જે રાજસ્થાનનો રેહવાસી છે. તેની પાસેથી એક દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિસ મળી આવ્યા છે. આરોપી પોતાની ઓળખ આર્મી જવાન તરીકે આપી રહ્યો છે. જેને લઇ હાલ વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીને દેવું થઈ જતાં તે લુંટ કરવાના ઇરાદે રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો, તે ખોખરા પાસે આવેલી હેપ્પી સંપર્ક સ્ટે હોટેલમાં રોકાયો હતો. જયાં તેણે જ્વેલર્સની રેકી કરી સાંજના સમય કોઈ ન હોય ત્યારે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Tag: Ahmedabad Crime News Today, Firing in Maninagar, Maninagar Firing News
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796