નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના મોતીપુરા ચાર રસ્તા પર આવેલી એક કંપનીના 3 માળના યુનિટમાં આગ લાગી ગઈ હતી. રવિવારે વહેલી પરોઢિયે બનેલા આ બનાવમાં કરોડો રુપિયાનું નુક્સાન થયું હતુ. જોકે કંપની વિમો ધરાવતી હોવાથી અને આગમાં કોઇ જાનહાની થઈ ન હોવાથી અહી લોકોએ હાંસકારો અનુભવ્યો હતો.

રવિવારની વ્હેલી સવારે 05:08 કલાકે ફાયર વિભાગને જાણકારી મળી કે, Globe denwash pvt ltd, block E, શ્યામ જ્યોત એસ્ટેટ, મોતીપુરા ચાર રસ્તા, શાહવાળી, કંપની ના જિન્સ વોશિંગ અને ફિનિશિંગ યુનિટમાં અચાનક આગ ફાટી નીકળી છે. કુલ ત્રણ માળની યુનિટમાં આગ લાગી ચુકી હતી. જિન્સ મટેરીઅલ અંદાજિત 50 ટન જણાઈ આવતું હતું. આગ લાગવાનું કારણ ખબર પડયુ નથી.


ઘટના સ્થળ પર ફાયરના, 1 મીની, 1 ફાયર ફાઈટર, 1 વો ટેન્ડર, 10 ગજરાજ, 1 બોલેરો વિથ ƿƿṿ, 2 કમાન્ડ કંટ્રોલ વેહિકલ, 48 ફાયરમેન, 1 સબ ફાયર ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર, 1 ડીવીજીનોલ ઓફિસર, 1 ચીફ ફાયર ઑફિસર સહિતનો કાફલો દોડી આવ્યો હતો. 5 વોટર કેનન અલગ અલગ જગ્યા પરથી ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને એફ એસ એલ ટીમને ઘટના સ્થળ પર બોલાવી લીધી હતી. નુકસાન 65 કરોડ આસ પાસ થયું છે તેવું કંપની માલિકનું કહેવું છે. પ્રારંભિક માહિતી પ્રમાણે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ધરાવે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાનો રિપોર્ટ મળ્યા નથી.
અમદાવાદ: જિન્સની કંપનીમાં આગ લાગતા કરોડોનું નુક્સાન, આગ પર કાબુ મેળવાયો#Ahmedabad #fire pic.twitter.com/l156QS8GHH
— Navajivan News (@NavajivanNews) May 1, 2022
![]() |
![]() |
![]() |











