Sunday, June 28, 2026
HomeGujaratઅમદાવાદમાં બે હોમગાર્ડના અધિકારીને લાંચ લેવી ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા

અમદાવાદમાં બે હોમગાર્ડના અધિકારીને લાંચ લેવી ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર લાંચીયા કર્મીઓ ACBની ચપેટમાં આવ્યા છે. ફરજ પરથી મોકુફ કરેલા જી.આર.ડીને ફરજ ઉપર પુન: સ્થાપિત કરવા માટે બે જી.આર.ડીએ 30 હજારની લાંચ લેતા ACBના હાથ ઝડપાઈ ગયા છે. ACBએ બોપલ પોલીસ સ્ટેશનના જી.આર.ડી. જનક રસીકભાઈ મિસ્ત્રી અને દસ્ક્રોઇના તાલુકા માનદ અધિકારી વિપુલ શાંતીલાલ શાહને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદી અને તેમના બે મિત્રોને જી.આર.ડી સભ્યપદેથી ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને ફરજ ઉપર પુન: સ્થાપિત કરવા માટે બોપલ પોલીસ સ્ટેશનના જી.આર.ડી. જનક રસીકભાઈ મિસ્ત્રી અને દસ્ક્રોઇના તાલુકા માનદ અધિકારી વિપુલ શાંતીલાલ શાહએ ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

ACBએ ફરિયાદીની ફરિયાદ આધારે ગઈકાલે ટ્રેપિંગ અધિકારી અમદાવાદ ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનની બાજુમાં રીલાયન્સ મોલની બહારનાં ભાગે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન જનક અને શાંતીલાલએ ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરીને સ્વીકારતા બન્ને આરોપીઓ રંગેહાથ પકડાઈ ગયા હતા. ACBએ બંને આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular