Saturday, May 2, 2026
HomeGujaratઅમદાવાદ ગીતા મંદિર પોલીસ ચોકીમાં ડાંગના શ્રમિકોને માર મારવાની ઘટનાનની FIR કાગડાપીઠ...

અમદાવાદ ગીતા મંદિર પોલીસ ચોકીમાં ડાંગના શ્રમિકોને માર મારવાની ઘટનાનની FIR કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

- Advertisement -

નવજીવન ન્યુઝ. અમદાવાદ: અમદવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં 7 જુલાઈની રાતે કેટલાક શ્રમિકો કચ્છથી ડાંગ જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક પોલિસકર્મીઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો તે અંગે આહવા પોલીસ સ્ટેશનમાં એક અરજી નોંધાઈ હતી. જે અરજીને અમદવાદ કમિશનરને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, ત્યાર બાદ આજે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે તે મુજબ આરોપીઓની હાલ કોઈ ઓળખ થઈ નથી. FIRમાં આરોપીઓ સામે IPCની કલમ 323,294(બ) અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે અત્યારે હાલ આ ફરિયાદમાં એટ્રોસીટીની કલમો ઉમેરવામાં આવી નથી, જયારે ડાંગના આદિવાસી સમાજના આગેવાનું માનવું છે કે જે લોકોએ ફરિયાદીને માર માર્યો તેમણે જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેથી આ ફરિયાદમાં એટ્રોસીટીની કલમનો ઉમેરો થવો જોઈએ.

- Advertisement -

આ અંગે કાગડાપીઠ પોલીસ ઇન્સ્પેક્ટર અને આ કેસના તપાસ અધિકારી હરદીપસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જાણવ્યું હતું કે, “આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ છે હવે આગળ તેમાં તપાસ કરવામાં આવશે.” જયારે તેમને પૂછવામાં આવ્યું કે આ કેસમાં એટ્રોસીટીની કલમો કેમ ઉમેરવામાં આવી નથી ત્યારે તેમણે જાણવ્યું હતું કે, જયારે આરોપી અને ફરિયાદી એક બીજાને ઓળખતા હોય ત્યારે જ એટ્રોસીટીની કલમ લગાડી શકાય છે. હવે આગળ જોવું રહ્યું કે જ્યારે આરોપીની ઓળખ થઈ જશે ત્યારે આ કલમો ઉમેરવામાં આવે છે કે નહીં.

જ્યારે PI ઝાલાને પૂછવામાં આવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ગીતા મંદિર બસ સ્ટેશન પોલીસ ચોકીમાં કોણ ફરજમાં હતું ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ તપાસનો વિષય છે. અમે CCTV ફૂટેજ ચેક કરીને જે તે માહિતી આપીશું તેવો જવાબ આપ્યો હતો. જોકે તેમણે જાણવ્યું હતું કે આરોપીઓની ઓળખ થઈ ગયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર ઘટના અંગે ફરિયાદી રણજીતભાઈ સાથે વાત કરતા તેમણે જાણવ્યું હતું કે, “અમે કચ્છથી અમારું કામ પતાવીને ડાંગ જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદ બસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિએ અમને કોઈ કરણ વગર વાતચીત કર્યા વગર જ મારવાનું શરૂ કરી દીધું હતું અને બાદમાં અમને પોલીસ ચોકીમાં લઈ જઈને પણ માર માર્યો હતો. આ ઉપરાંત અમને મારીને સાબરમતી નદીમાં નાખી દેવાની પણ ધમકી આપી હતી. રાતે 9 વાગ્યેથી 1 વાગે સુધી અમને પોલીસ ચોકીમાં લઈ જઈને મર્યા હતા ત્યાર બાદ અમને છોડી દીધા હતા. અમે જ્યા કામ કરીને આવ્યા તેમની સાથે વાત કરાવ્યા પછી પણ અમને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. અમારી પોલીસ પાસે એક જ અપેક્ષા છે કે અમને મારવા વાળા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

- Advertisement -

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે એવી અપેક્ષા રાખી શકાય કે આ કેસમાં જે કઈ પણ સત્ય સામે આવે તેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી તેમની સંવેદનશીલતાના કારણે તેમની પાસે આવી અપેક્ષા હોવી સ્વભાવિક છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular