નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ન્યુ ક્લોથ માર્કેટમાં બે વ્યક્તિઓએ વેપારીઓ સાથે દોઢ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ અંગે વેપારી વિનીત અગ્રવાલે ફરિયાદ નોંધાવી હતી. વિનિતા અને અભિષેક દાધીચ નામના બે વ્યક્તિઓએ આ દોઢ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
અમદાવાદનાં ન્યુ ક્લોથ માર્કેટમાં રાધેશ્યામ સીન ફેબના માલિક વિનીત અગ્રવાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિનિતા ફેબ્રિકેશનના માલિક વિનિતા અને અભિષેક દાધીચ નામના બે વ્યક્તિઓએ પહેલા વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે બે ઓર્ડર આપીને તેનું પેમેન્ટ સમયસર કરી દીધું હતું, ત્યાર બાદ 9 લાખ રૂપિયાની ખરીદી કરીને પેમેન્ટ બાદમાં આપવાનું કહીને પછી પેમેન્ટ કર્યું ન હતું. જ્યારે વેપારી પેમેન્ટ માટે ફોન કરતાં હતા તો કેમ ફોન કરો છો અને અમારે કોઈ પેમેન્ટ બાકી નથી તેવું કહેતા હતા, જેના કારણે વેપારી વિનીત અગ્રવાલે પોલીસ ફરિયાદ કરી હતી.
બાદમાં આ બંને લોકોએ વિનીત અગ્રવાલને ધમકી આપી હતી કે હવે પૈસાની માગણી ન કરતાં નહીં તો તમારા હાથ પગ તોડી નાખીશું, તમારા જ માર્કેટમાં બીજાના પણ પૈસા આપવાના બાકી છે. આમ વિનીત અગ્રવાલે જ્યારે માર્કેટમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે બીજા 10 વેપારીઓ સાથે પણ કુલ 1 કરોડ અને 41 લાખ રૂપિયાની છેતરપિંડી વિનિતા ફેબ્રિકેશનના નામે કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











