નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં સમી સાંજે મહિલાની છેડતીનો (Woman Molestation) બનાવ સામે આવ્યો છે. શહેરમાં રોડ પરથી પસાર થતી ત્રણ સંતાનની માતાને ત્રણ લોકોએ રોમીયોગીરી કરીને મહિલાને છેડતી કરી હતી. જોકે મહિલાએ અસ્વીકાર કરતાં જાનથી મારી નાંખવાની પણ ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે મહિલાએ બોડકદેવ પોલીસ (Ahmedabad Police) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં રહેતી ચેતનાબહેન દેસાઈના લગ્ન 2008માં થયા હતા. તેમને સંતાનમાં 3 દીકરીઓ છે. પતિ સાથે અણબનાવ હોવાના કારણે તેઓ ત્રણેય દીકરીઓ સાથે અલગથી ભાડાના મકાનમાં રહીને છૂટક રસોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 25 માર્ચના રોજ મહિલા નારણપુરાથી કામ પતાવીને ઝાયડસ હોસ્પિટલ પાસે ઉતરીને રોયલ ક્રીસ્ટલ બંગલા તરફ જતી હતી. આ દરમિયાન રાત્રિના 7.00 વાગ્યાની આસપાસ સંજય રબારી અને ભાવિક રબારી મહિલાને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે સંજયે મહિલાને કહ્યું, “મને તારો મોબાઈલ નંબર આપ મારી જોડે વાત કર, નહીંતર મને મળવા માટે આવ”.
જો કે મહિલાએ “તમારા ત્રાસથી કંટાડી ગઈ છું એટલે તમે મારી સામે વાત કરશો નહીં” કહેતા આ બંને જણાં ત્યાંથી જતાં રહ્યાં હતા. જતાં જતાં સંજય રબારી, ભાવિક દેસાઈ, ગાંડા રબારી, મહેશ રબારી ચારેય જણાએ ધમકી આપી હતી કે, “પોલીસ સ્ટેશનમાં લપ કરી તો તને ગમે ત્યાં હશે પતાવી દઈશ, મારે તો એક મર્ડર કેસમાં પણ જેલ ભોગવવાની છે અને બે મર્ડર કેસમાં પણ જેલ ભોગવવાની છે”, તેમ કહીને મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે રોમીયોગીરી કરનારા ચારેય લોકો સામે તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








