Tuesday, October 14, 2025
HomeGujaratAhmedabadપોલીસની ઓળખ આપી યુવકનું અપહરણ કરીને લાખોની ખંડણી માગી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે...

પોલીસની ઓળખ આપી યુવકનું અપહરણ કરીને લાખોની ખંડણી માગી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં જાણે નકલી અધિકારી અને પોલીસની ઓળખ (Fake Police) આપીને છેતરપિંડી કરતાં લોકોનો રાફડો ફાટી નિકળ્યો હોય તેમ એકબાદ એક ઘટના સામે આવી રહી છે. પોલીસે અગાઉ PMO અધિકારી, CMO અધિકારી અને NIA અધિકારીની ખોટી ઓળખ આપીને રોફ જમાવતા લોકોને ઝડપી પાડીને જેલ હવાલે કર્યા છે. ત્યારે આજે સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારીની ઓળખ આપીને મહેસાણામાંથી (Mehsana) એક યુવકનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી માગવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને (Ahmdabad Crime Branch) સફળતા મળી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણાના વડનગર તાલુકમાં રહેતા 24 વર્ષીય જગદીશ ઠાકોર ગત 25 જુલાઈના રોજ ગામમાં દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનોએ જગદીશના મિત્રોનો સપંર્ક કર્યો હતો, પરંતું જગદીશની કોઈ માહિતી મળી ન હતી. ત્યારે રાત્રીના સમયે જગદીશની પત્ની પર જગદીશનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મને પોલીસવાળા લઈ ગયા છે, તેઓ મને અમદાવાદ લઈ જાય છે, અમે હાલ વિજાપુર ચોકડી પાસે છે. તેમ જણાવીને ફોન કટ કરી નાખ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ ફરથી રાત્રે 11:30 વાગ્યે જગદીશના નંબરથી ફોન આવ્યો હતો, ત્યારે સામે છેડેથી વાતકરનારે પોતાની ઓળખ સાઈબર ક્રાઈમમાંથી આપીને જગદીશ દલાલ સ્ટોકનું કામ કરે છે, તેના વિરૂધ્ધમાં અરજી આવી હોવાથી જગદીશ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. જગદીશના પરિવારજનોએ વિજાપુર ચોકડી પાસે જઈને તપાસ કરતાં પોલીસ કે જગદીશ મળી આવ્યા ન હતા.

બે મહિના અગાઉ પણ જગદિશને કોઈ ગુન્હા બાબતે પોલીસે પુછપરછ કરીને છોડી દિધો હોવાથી પરિવારને લાગ્યું હતું કે, તે કેસમાં જગદીશને પોલીસ લઈ ગઈ હશે. પરંતુ બીજા દિવસે ફરથી જગદીશની પત્ની પર ફોન આવ્યો અને જગદીશને છોડવા માટે પોલીસની ઓળખાળ આપનારાઓએ 25 લાખ રૂપિયાની માગણી કરીને ફોન કટ કરી નાખ્યો હતો. જેથી જગદીશનું અપહરણ થયું હોવાનું પરિવારજનોને લાગતા સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ઓળખાળ આપનારોઓને જગદીશના પરિવારજનો પાસેથી પૈસા ન મળતા 26 જુલાઈએ સાંજના સમયે પ્રાંતિજ ખાતે છોડી દેવામાં આવ્યો હતો.

ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર કેસનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર એસ. જે. જાડેજાની ટીમ દ્વારા આરોપી આનંદ પટેલ અને શૈલેશસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મહેસાણામાંથી જગદીશ ઠાકોરનું અપહરણ કરીને સ્કોર્પિયો કારમાં લઈ ગયા હતા અને ખંડણીની રકમ ન મળતા તેને છોડી દેવામાં આવ્યો હોવાની કબુલાત ઓરોપીએ કરી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular