Thursday, June 25, 2026
HomeGeneralઅમદાવાદ: બર્થડે ગિફ્ટમાં મિત્રએ પિસ્ટલ આપી, આલીશાન હોટલમાં મર્સીડીઝ કારમાં પિસ્ટલ લઈ...

અમદાવાદ: બર્થડે ગિફ્ટમાં મિત્રએ પિસ્ટલ આપી, આલીશાન હોટલમાં મર્સીડીઝ કારમાં પિસ્ટલ લઈ રોલો મારવા આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં પોશ વિસ્તારમાં આવેલી આલીશાન હોટલમાંથી એક યુવાન ગેરગાયદે પિસ્ટલ સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. યુવાન રોફ જમાવવા માટે પિસ્ટલ લઈને હોટલમાં આવ્યો હતોને પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. યુવાનને ગન રાખવાનો શોખ હોવાથી તેના મિત્રએ જ જન્મદિવસની ભેટમાં ગન આપી હતી.



અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સટેબલ વિજયસિંહ ભરતસિંહ અને મયુરધ્વજસિંહ ભગીરથસિંહને એક બાતમી મળી હતી કે, અમદાવાદના પોશ વિસ્તાર જજીસ બંગલો રોડ ઉપર આવેલી આલિશાન હોટલમાં એક વ્યક્તિ આવ્યો છે. જેની પાસે ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટીસ છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હોટલ ઉપર પહોંચી તપાસ કરતાં એક યુવાન પાર્કિંગમાં મર્સીડીઝ કારમાં હથિયાર સાથે મળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીનું નામ મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ સાણંદ બાવળા રોડ ઉપર રહે છે અને પાણીની બોટલનો પ્લાન્ટ ધરાવે છે. ઉપરાંત જમીન દલાલીનો પણ વ્યવસાય કરે છે. ચાર વર્ષ અગાઉ સુરેન્દ્રનગર માલવણ ટોલટેક્ષ ખાતે ગેડીયા ગામના મુન્નાભાઈ સાથે ઝધડો થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ જતાં મિત્ર બની ગયા હતા. મેઘરાજસિંહને હથિયાર રાખવાનો શોખ હોવાનું કહીને મુન્નાભાઈને હથિયાર લાવી આપવાનું કહ્યું હતું, જેથી મેઘરાજસિંહના જન્મ દિવસે મુન્નાભાઈએ બર્થડે ગિફ્ટમાં પિસ્ટલ અને કાર્ટીસ આપી હતી જે છેલ્લા ચાર વર્ષથી પોતાની જોડે રાખતો હતો.



ચાર મહિના અગાઉ સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં પોતાના મિત્ર આકાશ પટેલ 70 પેટી ઇંગ્લિસ દારૂના સાથે પકડાયો હતો તે કેસમાં મેઘરાજસિંહનું નામ આવતા છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હોવાથી અમદાવાદમાં જુદા-જુદા ઓળખીતના ઘરે રહેતો હતો. મેઘરાજસિંહ ગઈકાલે મરસીડીસ કાર સાથે વસ્ત્રાપુરમાં આવેલી હોટલ પ્રાઈડ ખાતે મિત્રોને મળવા આવતા ક્રાઇમ બ્રાન્ચની ટિમે દબોચ્યો હતો. આરોપી સામે અગાઉ સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં 2 મારમારીના કેસમાં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 1 મારમારીના કેસમાં, વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં દુષ્પેરણાનો એક કેસ નોંધાયેલો છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular