નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એએમસી વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણનું નામ જાહેર થતાં તેમના જ પક્ષના 14 જેટલા કોર્પોરેટરે બળવો કરી રાજીનામું આપી દીધું હતું. આ કોર્પોરેટર દ્વારા અનેક આક્ષેપો કરવા છતાં પાર્ટી એકની બે ન થઈ. પરિણામે હવે ગુજરાત કોંગ્રેસને રિસાયેલા કોર્પોરેટર માટે બેઠક બોલાવીને સમાધાન કરવું પડ્યું હતું.
અમદાવાદમાં AMC વિપક્ષના નેતાનું પદ અંદાજિત એક વર્ષ સુધી કોઈને આપવામાં આવ્યું ન હતું. પરિણામે AMCની સામન્ય બેઠકમાં વિપક્ષના નેતા ન હોવાના કારણે ક્યારેક તેમની મજાક થઈ જતી હતી. ત્યારબાદ શહેજાદખાન પઠાણને વિપક્ષનેતા તરીકે જાહેર કરાતા તેમના જ પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. ઉપરાંત પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા હતા. વિપક્ષના નેતાની નિમણૂક બાદ રિસાયેલા આ કોર્પોરેટર સામન્ય સભામાં જવાનું પણ ટાળતા હતા.
ગુજરાત કોંગ્રેસનો અંદરો-અંદરનો વિવાદ શાંત પાડવા માટે પાર્ટીએ ગઇકાલે 23 કોર્પોરેટર અને અમદાવાદના ચાર ધારાસભ્ય સહિત પાર્ટીના આગેવાનોની સમાધાન કરાવવા માટે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ચાર બળવાખોર કોર્પોરેટેરોને એક-એક વર્ષ માટે વિપક્ષનેતા બનવાનું નક્કી કરાતા મામલો શાંત પડ્યો હતો. આગામી સમયમાં બોર્ડ બેઠકમાં હાજરી આપવા માટે પણ માનવી લીધા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.