Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના 6 ફુટના છોડ મળતા ખળભળાટ, તંત્રની કામગીરી સામે...

ગુજરાત યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના 6 ફુટના છોડ મળતા ખળભળાટ, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં (Gujarat University) શિક્ષણ સાથે ગાંજાનું વાવેતર કરવાનું શિખવાડવામાં આવતું હોય તેમ પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા, ત્યાર બાદ હવે ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ (Ganja Plants) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આજે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં 6 ફૂટના ગાંજાના છોડ અંગે જાહેરાત કરતાં તંત્ર દોડતું થયું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે ગાંજાના છોડના FSL રિપોર્ટ કરવા માટે આપ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે ખરેખર આ ગાંજાના છોડ છે કે અન્ય કોઈ છોડ છે.

આજરોજ બપોરે 4 વાગ્યાના યુનિવર્સિટી ખાતે આવેલા D બ્લોકના પાછળના ભાગે 6 ફૂટની ઉચાઈ અને 4 ફુટની ઉચાઈના ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. આ બાબત ઘ્યાને આવતા યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે શિક્ષણના ધામમાં યુવાનો શિક્ષણ લેવા આવે છે અને હોસ્ટેલમાં રહે છે, ત્યાંથી નશાની ખેતી થતી હોવાનું જાણવા મળતા ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસ ફરી એકવાર આ ઘટના કાળી ટીલી સમાન માનવામાં આવી રહી છે. જે તે જવાબદાર તંત્રને આ ઘટના ધ્યાને કેમ ન આવી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. NSUIના કાર્યકરો દ્વારા ગાંજાના સેમ્પલ તેમજ છોડના વિડીયો ઉતારી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરી છે.

- Advertisement -

NSUI ના પ્રમુખ નરેન્દ સોંલકીએ ગાંજાના છોડની ધટના અંગે સરકાર અને યુનિવર્સિટીના સત્તાધીશો સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બે મહીના અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં ગાજાના છોડ પકડવામા આવ્યા હતા. તેમાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે આજે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલની વિઝીટ કરતાં કેટલાક શંકાસ્પદ છોડ ધ્યાને આવતા તેના તપાસ કરાવતા ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ NSUIએ આક્ષેપ કર્યા છે કે, આવા કિસ્સામાં સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી. જેના કારણે તેવું દેખાય છે કે સરકાર જ યુવાનોને નશાખોરી તરફ ધકેલી રહી છે.

આ અંગે સ્થળ પર હાજર રહેલા પોલીસ ઈન્સપેક્ટર જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શંકાસ્પદ છોડની ધટના સામે આવી છે. તેના સેમ્પલ લઈ FSL મોકલી આપ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ આગળના કાર્યવાહી કરવામાં આવશે. નવજીનવ ન્યૂઝને સ્થળ પર સુત્રો પાસેથી જે માહીતી મેળવી તે મુજબ આ છોડની હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓએ જ NSUIના લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ તેમણે 3 જાણકારો પાસોથી આ માહીતી મેળવી ખરાઈ કરી કે આ ગાંજાનો જ છોડ છે. જાણકારોએ આ છોડ 5 મહીનાના હોવાની ખરાઈ કરી હતી અને તેને 6 મહીને ફુલ આવશે તેમ જણાવ્યું હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular