Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ભાજપના કાર્યકરોને CPR ટેકનિક શીખવવામાં આવી, રાજ્યમાં વધી રહ્યા છે હાર્ટએટેકના...

અમદાવાદમાં ભાજપના કાર્યકરોને CPR ટેકનિક શીખવવામાં આવી, રાજ્યમાં વધી રહ્યા છે હાર્ટએટેકના કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: કોરોના મહામારી (Covid 19) બાદ દેશ સહિત રાજ્યોમાં યુવાનોમાં હાર્ટ એટેકનું (Heart Attack) પ્રમાણ વધતા મુત્યુ આંક વધતો દેખાય છે. તાજેતરમાં જ કેટલાક ક્રિકેટ રમતા ખેલાડીઓ અને યુવાનો અચાનક જ હાર્ટ એટેકનો શિકાર બની મોતને ભેટ્યા છે. ત્યારે આ મુદ્દો સૌ કોઈ માટે ગંભીર અને ચિંતાનો વિષય છે. જે બાબતને ધ્યાને રાખી આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ (BJP Gujarat) દ્વારા 38 જેટલી મેડિકલ કોલેજ,1200 તબીબોને હાજરીમાં CPR કાર્યકમ (CPR Training) આયોજીત થયો. જેમાં ભાજપના 65000 જેટલાં કાર્યકતાઓને તાતકાલિક સારવાર કેમ કરવી તેની ટ્રેનિંગ આપી લોકોના જીવ કેમ બચાવી શકાય તેનાથી માહિતગાર કર્યા હતા.

CPR Training in Ahmedabad
CPR Training in Ahmedabad

કોરોનાકાળ બાદ યુવાનોમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધું દેખાઈ રહ્યું છે. ત્યારે આજે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં CPR ટ્રેનિંગ દ્વારા તાત્કાલિક કોઈ પણ સારવાર કેમ આપી શકાય તેનો કાર્યકમ 38 જેટલી મેડિકલ કોલેજમાં યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મહત્વની વાત છે કે CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટએટેક જેવી મેડિકલ ઈમરજન્સીમાં વ્યક્તિનો જીવ બચવવામાં મદદ કરે છે.

- Advertisement -
Ahmedabad BJP Workers
Ahmedabad BJP Workers

આ કાર્યકમ અમદાવાદમાં 6 જગ્યા પર આયોજિત થયો હતો. જેમાં અમદાવાદની NHL મેડિકલ કોલેજ ખાતે એલિસબ્રિજના ઘારાસભ્ય અમિત શાહની પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાર્યકમ અમદાવાદના 8 સ્થળો પર આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં NHL મેડિકલ કોલેજ ખાતે ત્રણ વિધાનસભા મતવિસ્તાર એલિસબ્રિજ, વાસણા અને નાંરાયણપુરાના વોર્ડનાં કાર્યકર્તા હિસ્સો લીધો હતો. વધુમાં તેમણે કહ્યું કે કોરોના બાદ હાર્ટએટેક કિસ્સા વધી રહ્યા છે માટે દર્દીને દવાખાને પહોંચતા સુધીમાં ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

BJP Workers CPR Training
BJP Workers CPR Training
BJP Workers Ahmedabad
BJP Workers Ahmedabad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular