Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ દ્વારા "ધ વોઇસ ઓફ ધ કસ્ટમર"એવોર્ડ આપવામાં...

અમદાવાદ: SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ દ્વારા “ધ વોઇસ ઓફ ધ કસ્ટમર”એવોર્ડ આપવામાં આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ગુરુવારે ઉચ્ચ ગુણવત્તાની ગ્રાહક સેવા માટે એરપોર્ટ કાઉન્સિલ(ACI) દ્વારા “ધ વોઇસ ઓફ ધ કસ્ટમર”એવોર્ડ આપવામાં આવ્યો છે. ગત ૨૦૨૧માાં ગ્રાહક સેવાઓની જરૂરિયાત તેમજ શ્રેષ્ઠ શ્રેણીમાાં પ્રવાસ કરતાં મુસાફર જનતાના પ્રવાસના અનભુવો પ્રત્યે સ્વતંત્ર એજન્સી દ્વારા મેળવવામાં આવેલા પ્રતિસાદના આધારે એરપોર્ટને ઉત્તરોત્તર પોતાની સેવાઓમાં સુધારા માટે કરવામાાં આવેલા અવિરત પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાાં આવ્યો છે.



અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર, મહામારી દરમિયાન પ્રવાસીઓની સેવાઓને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી પ્રવાસીઓને શ્રેષ્ઠત્તમ સગવડતાઓ પૂરી કરવા તેમજ મુસાફરોની રજૂઆતો ઉપર સવિશેષ ધ્યાન આપવા તંત્રવાહકો દ્વારા કરવામાં આવતા પ્રયાસો કરવામાં આવ્યા છે, જેનો પ્રતિષ્ઠિત માન્યતા અને એવોર્ડ પુરાવો છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે અમે પેસેન્જરોનો પ્રતિભાવ સાંભળી અને તરત જ તેને હલ કરવાની કામગીરી કરીએ છીએ. અમે એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારથી છેલ્લા એક વર્ષ દરમિયાન અમને 2871 જેટલી ફરિયાદો, પ્રતિભા, સૂચન મળ્યા હતા. જેને હલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકોનો પ્રતિભાવ અને પૂછપરછ હાંસલ કરવા માટે એક કદમ આગળ વધીને SVPI એરપોર્ટની ટીમે કેટલાક પ્રયાસો સક્રિયપણે હાથ ધર્યા છે અને પેસેન્જરોના પ્રવાસ અનુભવમાં વૃધ્ધિ કરવામાં આવી છે.



અગાઉ અસંગઠીત રીત કામ કરતા યુનિયનો સાથે પરામર્શ કરીને એક પ્રિ-પેઈડ ટેક્સી કાઉન્ટર એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવ્યું છે . પેસેન્જરોને બહેતર અનુભવ પ્રાપ્ત થાય તે માટે તેને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે .આ ઉપરાંત સેંકડો રિક્ષા ડ્રાઈવર SVPI એરપોર્ટ ઉપર અસંગઠીત રીતે કામ કરતા હતા તેમની કામગીરીને વધુ સન્માનજનક બનાવવા માટે એક ડેડીકેટેડ કાઉન્ટર ઓફર કરવામાં આવ્યું છે .આમ છતાં તેને વધુ ઓર્ગેનાઈઝ કરીને માત્ર વેક્સિનેશન થયું હોય તેવા તથા પોલિસ વેરિફિકેશન ધરાવતા અને અન્ય સરકારી દસ્તાવેજ ધરાવતા ડ્રાઈવરોની નોંધણી કરીને એક પ્રિ-પેઈડ રિક્ષા સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

SVPI એરપોર્ટે નવી ટેકનોલોજી અને ઈનોવેશન અપનાવવામાં મોખરે છે અને તેમની સામેના પડકારોનો દ્રઢતાથી સમગ્રલક્ષી ઉપાય શોધીને પેસેન્જરોની સુગમતાને દરેક પ્રયાસમાં કેન્દ્ર સ્થાને રાખે છે .આ એરપોર્ટને ACl in 2021નું ‘વોઈસ ઓફ કસ્ટમર્સ’ નું બહુમાન પ્રાપ્ત થયું છે .અદ્યતન માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજીકલ ઈનોવેશનમાં સતત સુધારો કરીને પેસેન્જરોની બહેતર સુવિધા માટે આગળ વધતાં રહીને SVPI એરપોર્ટ તમામ પેસેન્જરોની આરામદાયક સગવડ માટે તથા સફળ પ્રવાસ માટેની સતત સુવિધાઓ પૂરી પાડતું રહયું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI)નો ‘વોઈસ ઓફ કસ્ટમર્સ’ એવોર્ડ અમદાવાદ ઉપરાંત મુંબઈ, લખનૌ, જયપુર, મેંગ્લોર, તિરૂઅનંતપુરમ અને ગૌહત્તિ એરપોર્ટને પણ આપવામાં આવ્યો છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular