Saturday, July 25, 2026
HomeGujaratમહેસાણાના એક પોલીસ સ્ટેશનમાં આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, જાણો સમ્રગ મામલો

મહેસાણાના એક પોલીસ સ્ટેશનમાં આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, જાણો સમ્રગ મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સતલાસણા: મહેસાણા જિલ્લાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા કનડિયા ગામના આરોપીએ પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા ગઈ છે. આરોપીની આત્મહત્યાના પગલે DYSP સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો સતાલસણા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. આરોપીએ કસ્ટડીમાં આપઘાત કરી લેતા પોલીસના સવાલોમાં ઘેરામાં ઊભી થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગતરાત્રિએ મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કનડિયા ગામના કડવાજી ઠાકોર નામનો બુટલેગર પોતાની પાસે દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના અધારે LCBએ બાતમીવાળી જગ્યા પર દરોડા પાડી બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેના ઘરની તપાસ કરતા પ્લાસ્ટિકના ત્રણ કેરબા અને પતરાના બે ડબ્બા મળી આવ્યા હતા. જેમાં પ્લાસ્ટિકના એક કેરબામાંથી 35 લીટર એમ ત્રેણય કેરબામાંથી 105 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. LCBએ બુટલેગરને પકડી પ્રોહિબિશનના ગુના અંતર્ગત સતલાસણ પોલીસને સોંપી દીધો હતો. તે દરમિયાન સતલાસણ પોલીસ સ્ટેશનની અંદર દેશી દારૂના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી કડવાજી ઠાકોરે લોકઅપની અંદર તેની પાસે રહેલી દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાતો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેને એમ્બ્યુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે વડનગરની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. સમ્રગ ઘટનાની જાણ DYSP સહિત પોલીસના અધિકારીના થતા મોડીરાત્રે અધિકારીઓ સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા.

- Advertisement -

પોલીસ સ્ટેશનમાં આપઘાતની ઘટના સમ્રગ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પોલીસની કામીગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું જ્યારે આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે પોલીસે કોઈ અંગજડતી લીધી હતી કે નહી. પોલીસ દ્વારા આરોપીએ દોરી વડે આપઘાત કર્યો હોવાના જણાવવામાં આવ્યું છે, તો આરોપી પાસે દોરી આવી ક્યાંથી તેવા તમામ સવાલો ઉઠી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular