Thursday, August 27, 2026
HomeGeneralસૌથી મોટા બેંક ફ્રોડ કેસ'માં EDની કાર્યવાહી, ABG શિપયાર્ડ સામે મની લોન્ડ્રિંગનો...

સૌથી મોટા બેંક ફ્રોડ કેસ’માં EDની કાર્યવાહી, ABG શિપયાર્ડ સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ABG શિપયાર્ડ લિમિટેડ, તેના ભૂતપૂર્વ પ્રમોટર્સ અને અન્ય લોકો સામે બેન્કના કન્સોર્ટિયમ સાથે રૂ.22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડીમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. ઇડી દ્વારા દેશના સૌથી મોટા બેંક લોન છેતરપિંડી કેસમાં કથિત રીતે એફઆઈઆર નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ CBIની ફરિયાદ અને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ જોયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

- Advertisement -



સૂત્રોએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ખાસ કરીને બેંક લોનના કથિત “ડાયવર્ઝન”, જાહેર નાણાં લૂંટવા માટે શેલ કંપનીઓની રચના અને કંપનીના અધિકારીઓ અને અન્યની ભૂમિકાની તપાસ કરશે. CBIએ આ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.

દેવાની ‘ગેરરીતિ’ કરીને કંપનીની વિદેશી પેટાકંપનીમાં કરવામાં આવેલા “વિશાળ રોકાણો” ના કિસ્સાઓ પણ EDની તપાસનો એક ભાગ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો મની લોન્ડરિંગ સાચું જણાશે તો ED આરોપીઓની સંપત્તિ ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular