આજતકના સિનિયર કેમેરામેન ઉજ્જવલ ઓઝાનું નામ ગુજરાત માટે અજાણ્યું નથી ગુજરાત અને દેશની અનેક ધટના અને દુર્ઘટનાઓને કચકડે કંડારનાર ઉજ્જવલ ખુદ એક ઘટના બની ગયો છે,છાતી દુખવો થતો હતો પરંતુ કામની ધુન સાથે તે પત્રકાર ગોપી મણિયાર સાથે કેવડીયા પહોચ્યો, પણ સ્થિતિ બગડી ગોપી તરત ઉજ્જવલને લઈ અમદાવાદ નિકળી ડોક્ટર તેજસ પટેલની હોસ્પિટલ પહોચી ઉજ્જવલને હાર્ટ એટેક આવ્યો હતો.
ગોપી અને ઉજ્જવલના મિત્ર, દિપક અને નિરવની સમયસર મદદ મળી મે ઉજ્જવલને કહ્યુ મિત્ર ઇશ્વર સ્વરુપે આવ્યા છે, સમાન્ય રીતે પત્રકારોની તકલીફ અને તેમના જીવન અંગે ખુબ લખાય છે પણ તેમનો પાછળ કામ કરતા માણસ બધા માટે અજાણ્યો હોય છે એટલે જ મને લાગ્યુ કે ઉજ્જવલની વાત તેની જુબાની લોકો સુધી પહોચવી જોઇયે સોમવાર તા 6 સપ્ટેમ્બર ઉજ્જવલની બાયપાસ સર્જરી છે તે જેવો ઓપરેશન થીએટરમા જશે તેના કરતા સારો થઈ બહાર આવશે તેમા કોઇ શંકા નથી, પણ મારી વિનંતિને કારણે તેને હોસ્પિટલના બિછાનેથી ઓપરેશન પહેલા લખેલી પોસ્ટ અહિયા પ્રસ્તુત છે.
ઉજ્જવલ ઓઝા વાત ચાલુ થઈ 31 ઓગસ્ટ એ એટલે કે હું બતાવા ગયો ફિઝિશયન ડોક્ટર ને HCG માં એમની સલાહ મુજબ ECG થયો…. સાહેબ એ કીધું કે 2D eco પણ કરાવીએ એ પણ થયો ECG સારો નહતો પણ eco નોર્મલ…. સાહેબે કીધું ચિંતા નહીં eco નોર્મલ છે..કાલે લીપીડ પ્રોફાઈલ કરાવી રિપોર્ટ મોકલજો….
સારું કહી ને નીકળ્યો ત્યાર થી ત્રીજા દિવસ સવાર સુધી બધું સારું જ હતું..વચ્ચે બીજો લિપિડ નો દિવસ હતો…રિપોર્ટ વોટસએપ કર્યો શાંજે સાહેબે કીધું કે કરોરિસ્ટોલ વધારે છે એક ગોળી રોજ રાત્રે ખાવાની…
બીજા દિવસે સવારે 4 વાગે મારે કેવડિયા શૂટિંગ માં જવાનું હતું.સવારે બધું જ સમય પ્રમાણે જ થયું 5 વાગે ગોપી ના ઘરે થી અમે કેવડિયા માટે નીકળ્યા..
રસ્તા માં એક્સપ્રેસ પર મેં અને મિત્ર મોજું ગઢવી અને મોજું ના રિપોર્ટર અમિત રાજપુત એ (ટાઇમ્સ નાઉ) ચાહ પીધી.ચાહ પી ને નીકળ્યા અને લગભગ આણંદ ક્રોસ કર્યું હશે અને મને થોડું થોડું ગળા થી નીચેના ભાગ માં દુખાવો ચાલુ થયો.કઇ સમઝાતું નહોતું,
મેં ગોપી ને કીધુ એટલે એનો પહેલો જવાબ એક્સપ્રેસ થી જ પાછા જઈએ ઓઝા… મેં કીધું જોઈએ ચાલ… પછી મને એને કીધું કે આઈસ્ક્રિમ ખાઈ લે કદાચ એસીડીટી હોય તો મટી જશે, પાછી તે ચાહ પીધી હતી ને, મેં આઈસ્ક્રિમ ખાઈ લીધો.થોડી વાર પછી સારું થવા લાગ્યું, હું ડભોઇ થી સુઈ ગયો અને રાજપીપળા ના ટર્ન પાર ફરી એજ દુખાવો મોટા સ્વરૂપ માં હતો અને એ વધતા વધતા છાતી ના ભાગ તરફ ફેલાઈ ગયો હતો. અને અમે કેવડિયા પહોચી ગયા હતા, રસ્તા માં ગોપી એ નરેન્દ્રભાઈ (આજતક)
(નર્મદા ના રિપોર્ટર) કોલ કરી ને દવા મંગાવી દીધી હતી. મેં તરત દવા લઇ લીધી અમે ત્યારે હોટલ ફર્ન પર હતા,ત્યાં બીજેપી ની મિટિંગ હતી.સ્વાભાવિક રીતે બધા જ નેતા ત્યાં હોય, ગોપી ને ભરત પંડ્યા મળ્યા વાત માં થી વાત થઈ અને એને કીધું કે ઉજ્જવલ ને છાતી માં દુખે છે,ભરત ભાઈ તરત મળવા આવ્યા એમને કીધું કે જ્યુસ પી લે ભાઈ, તરત ત્યાં મારી બાજુમાં અમિત રાજપૂત હતા એને મને 2 ગ્લાસ જ્યુસ પીવડાવ્યો.થોડું સારું લાગ્યું,પછી પુરવ નો કોલ આવ્યો કેમ રૂમ પર ન આવ્યો,(એના અંદાઝ માં)મેં કીધું પટેલ આવો લોચો પડ્યો છે, તું મારા રૂમ માં સુઈ જા બાકી બધું હું જોવ છું ત્યાં સુધી અમે ટેન્ટ સિટી જાવા નીકળી ગયા હતા.. જઈ થોડું શૂટિંગ કર્યું, ગઢવી મારી જોડે ને જોડે મને કે ઓઝા બેસી જા લોચો પડશે..મેં થોડા મિટિંગ ના શોટ લીધા
એક walkthrough કર્યું ગોપી નું, હોલ માં ફરી ભરત પંડ્યા એ મને ઇશારો કર્યો અને કીધું કાઈ પણ હોય તો મને કહેજે..કીધું હા સાહેબ…
અમે હોલ ની બહાર બધા બેઠા હતા, ત્યાં ફરી પુરવ એ મને કીધુ ઓઝા રૂમ પર મૂકી જાવ છું તું આરામ કર, 4 વાગે આવજે…..તરત જ બાજુ માં ઉભેલા કપૂર સાહેબ કીધું, ગોપી આજ કુછ ઓઝા ઠીક નહીં હૈ, વો મેં દેખ રહા હું., ઉસે લેજા યે પેઈન ઠીક નહીં હૈ..અને dr kapoor નું કોઈ પણ અવલોકન પરફેક્ટ જ હોય, વળી પાછા એ પોતે 3 સ્ટેન્ટ ના મલિક પણ છે… મને લાગ્યું કે હવે અહીંથી જવું જોઈએ.મેં ગોપી ને કીધું કે ચાલ જઈએ, ત્યાંકપૂર સાહેબ કે આ ઉભેલી icu on wheel માં ચેક કરાવી ને જાવ…
હા, ના,હા,ના કરતા ત્યાં થી નીકળ્યા, ગઢવી મને કે ચાલો અમે પણ આવીએ જોડે અહીં તો થઈ જશે… મેં ના પાડી… અમે પહોંચી જઈશું
કેવડિયા ની બહાર નીકળતા જ ગોપીએ
ડો તેજસ પટેલ ને ત્યાં ફોન કર્યો આખી વાત સમજાવી અને કીધું કે 4 વાગે હું ત્યાં હોઈશ, સાહેબ ને કહેજો…અને બીજો ફોન કર્યો વિકકી હું અમદાવાદ પહોંચવા આવીશ એટલે તમને કોલ કરીશ સીધા તેજસ ભાઈ ને ત્યાં આવજો….આખા રસ્તે બહુ ફોન આવ્યા, વડોદરા આવ્યું ત્યારે ગોપી એ મને કીધું કે અહીં બતાવી દઈએ તને વધારે લાગતું હોય તો.. મેં ના પાડી કે અમદાવાદ તેજસ ભાઈ ને ત્યાંજ…અમે હોસ્પિટલ પહોચ્યાં ત્યારે 4 વાગ્યા હતા અને અમારી પહેલા વિકકી(ગોપી ના હસબન્ડ) અને મિત્ર દિપક ત્યાં જ હતા….ત્યાં રિપોર્ટ માં બધું HCG થી ઉંધુ થયું ECG બહુ ખરાબ ECO પણ ખરાબ અને જે dr ECO કર્યો એમણે કીધું કે એટેક ચાલુ છે..પછી એન્જીયોગ્રાફી ચાલુ થઇ,ત્યાં સુધી ગોપી એ ફોન કરી ને આરતી (મારી વાઈફ)ને બોલાવી લીધી હતી.એન્જીયોગ્રાફી પત્યા પછી બહાર આવ્યો ત્યા જોયું તો,વિકકી,દિપક,નીરવ બધા ઉભા હતા.ત્યાર પછી વાત આપડા હાથ માં નહોતી..મને ગોપી એ ખાલી એટલું કીધું કે અહીજ રહેવાનું છે, સોમવારે ફરી ચેક કરશે,પણ મને ખબર હતી સોમવારે શુ થવાનું હતું, બોલવાની કોઈ જગ્યા જ નહોતી.પણ જે વિશ્વાસ થી આજુબાજુ માં મિત્રો ઉભા હતા એટલે મન માં થઇ ગયું કે ‘ફિકર નોટ’ જીવી જવાશે.









