Thursday, April 23, 2026
HomeGeneralનવા કાયદાનો વિરોધ કરી ગુજરાત સરકારનું નાક દબાવવાનો માલધારી સમાજનો પ્રયાસ, 'માગ...

નવા કાયદાનો વિરોધ કરી ગુજરાત સરકારનું નાક દબાવવાનો માલધારી સમાજનો પ્રયાસ, ‘માગ ન સ્વિકારી તો આંદોલન’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના શહેરોમાં રસ્તા ઉપર રખડતા પશુઓના કારણે અનેકવાર અકસ્માત થતાં હોય છે, જેમાં ઘણીવાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ અંગે હાઇકોર્ટની ટકોર બાદ આગામી 31 માર્ચે ગુજરાત રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં એક બિલ પસાર કરવા જઈ રહી છે. જોકે આ બિલ રજૂ થયા પૂર્વે જ માલધારી સમાજ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાનમાં આજે માલધારી સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે.



આગામી સમયમાં ગુજરાત સરકાર જે બિલ રજૂ કરશે તે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેના કારણે પશુપાલનનો વ્યવસાય ધરાવતા માલધારી સમાજના આગેવાનો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે માલધારી સમાજના આગેવાનો આ બિલના વિરોધ માટે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. માલધારી સમાજના આગેવાનોએ આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો અને જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ ગાંધીનગરમાં આંદોલન કરશે તેવી ધમકી આપી હતી.

માલધારી સમાજના આગેવાન નગાજી દેસાઇ અને લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળું ભરવાડે જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા રસ્તા પર રખડતા ઢોરોને લઈને જે બિલ લાવવામાં આવી રહ્યું છે તેના કારણે સમાજમાં નારાજગી છે. આવો કોઈ કાયદો લાવતા પહેલા સરકારે સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સાથે વાત કરવી જોઈએ. જો આવો કોઈ કાયદો લાવવો હોય તો માલધારી સમાજના લોકોને રહેવા અને વ્યવસાય કરવા માટે એસપી રિંગ રોડને ફરતે સરકાર જમીન આપે.”



માલધારી સમાજની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે.

- Advertisement -

1. રસ્તા પરથી પકડાયેલા પશુઓને છોડવા માટે કરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવામાં આવે.
2. કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરોને મુક્ત કરવા માટે જે ડબાદંડ અને ખોરાકી લેવામાં આવે છે તેમાં ઘટાડો કરવામાં આવે.
3. માલધારી સમાજ માટે શહેરની બહાર વસાહત બનાવીને ગૌચરની જગ્યા ફાળવવામાં આવે
4. શહેરની બહાર જે વસાહત બનાવવામાં આવે તેમાં ગયો માટે વાડા, પશુ દવાખાના, ખાણીપીણીની દુકાનો, શાળાઓ અને દવાખાના જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular