Friday, April 17, 2026
HomeGujaratસામે શરીફખાન હતો, DCP જોહરીએ પિસ્તોલ કાઢી તેના લમણા ઉપર મુકી દીધી

સામે શરીફખાન હતો, DCP જોહરીએ પિસ્તોલ કાઢી તેના લમણા ઉપર મુકી દીધી

- Advertisement -

લતીફ ભાગ-21: ગીથા જોહરી Geetha Johri ને માહિતી મળી અને તેઓ પોતાની સાથેના 2 અધિકારીઓ સાથે પોપટીયાવાડ Popatiyawad લતીફ (Latif) ના ઘર સુધી પહોંચ્યા ત્યાં સુધી અડધો કલાક થઈ ગયો હતો. જોહરી Johri ના મનમાં ચિંતા હતી કે ક્યાંક લતીફ (Latif) અને તેના સાગરીતો ત્યાંથી નિકળી ન જાય. રિક્ષા બરાબર લતીફ Latif ના ઘરની સામે તરફ ઉભી રહી. જોહરી Johri એ રિક્ષામાંથી લતીફ Latif ના ઘર તરફ જોયુ તો શરીફખાન Sharifkhan, તેનો ભાઈ જાવેદ અને બીજા ગેંગસ્ટર બહાર ખુરશી નાખી બેઠા હતાં. પોળ જેવા સાંકડા રસ્તા ઉપર રિક્ષા આવી ઉભી રહે તો સ્વભાવીક રીતે કોઈનું પણ ધ્યાન રિક્ષા તરફ જવાની પુરી સંભાવના હતી. છતાં હજી લતીફ (Latif) ગેંગના કોઈ માણસનું ધ્યાન રિક્ષા તરફ ગયુ ન્હોતુ, જોહરી Johri એ ડી.વાય.એસ.પી. જાડેજા DYSP Jadeja સામે જોયુ, તેઓ સમજી ગયા કે શિકાર તેમના હાથવેંત છે, પણ પોતાના ઉપર નિયંત્રણ રાખી શાંતિથી કામ પાર પાડવાનું હતું.



રિક્ષાવાળાને પૈસા ચુકવી જાણે સામાન્ય મુસાફર હોય તેમ 3 પોલીસ અધિકારીઓ લતીફ Latif ના ઘર તરફ આગળ વધ્યા. જોહરી Johri એકદમ શરીફખાન Sharifkhan પાસે પહોંચી ગયા, ત્યારે ત્યાં અચાનક કોઈ મહિલાને જોઈ બધાએ જોહરી Johri સામે જોયુ, અને કોઈકે બુમ પાડી અરે પુલીસ આ ગઈ, શરીફખાન Sharifkhan ઉભો થઈ ભાગવા જાય તે પહેલા જોહરી Johri એ કમરમાં ખોંસી રાખેલી રિવોલ્વર બહાર કાઢી ચિત્તાની ઝડપે શરીફખાન SharifKhan ની કોલર પકડી રિવોલ્વર શરીફખાન Sharifkhan નાં માથ ઉપર મુકતા કહ્યુ ભાગને કિ કોશિશ કી તો ગોલી માર દુંગી.

આ જ વખતે પી.એસ.આઈ. પટેલે PSI Patel પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી શરીફખાન Sharifkhan ના ભાઈ જાવેદ Javed ના લમણે મુકી તેને પકડી લીધો. માત્ર 3 જ પોલીસ અધિકારીઓ હતા અને લતીફ (Latif) ગેંગના માણસો વધુ હતું, એટલે બાકીના ગેંગસ્ટર ભાગવામાં સફળ રહ્યાં હતાં.



જોહરી Johri હવે એકદમ પોલીસ અધિકારીના રોલમાં આવી ગયા હતાં. અચાનક થયેલી દોડધામ અને પુલીસ આઈ પુલીસ આઈની બુમો વચ્ચે જોહરી Johri એ બુમ પાડી જાડેજા Jadeja ને કહ્યુ જાડેજા ઘર ચેક કરો. કારણ ત્યારે લતીફ (Latif) ત્યાં ન્હોતો, જાડેજા Jadeja એ પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી અને એકદમ ઝડપે તેઓ પણ લતીફ Latif ના ઘરમાં દાખલ થયા. આ જ સુધી કોઈ પોલીસ અધિકારીઓ લતીફ Latif ના ઘરમાં ધુસવાની હિમંત કરી ન્હોતી પણ ડી.વાય.એસ.પી. એ. કે. જાડેજા DYSP Jadeja કાબેલ પોલીસ અધિકારી હતા, તેઓ ગુજરાત પોલીસમાં Gujarat Police સબઈન્સપેક્ટર તરીકે જોડાયા હતાં પણ ત્યાર બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા આપી ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. DYSP થયા હતાં. જેના કારણે તેમનો સબઈન્સપેક્ટર તરીકેનો અનુભવ પણ તેમને કામે આવ્યો હતો.

- Advertisement -

લતીફ Latif ના ઘરમાં રહેલી સ્ત્રીઓ અને પુરૂષોએ જાડેજા Jadeja ને ઘરમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ જાડેજા Jadeja પણ હવે અદ્દલ પોલીસ અધિકારી થઈ ગયા હતાં. તેમણે તમામને એક તરફ હડસેલી ઘરમાં પ્રવેશ લઈ લીધો. લતીફ (Latif) ઘરમાં જ હતો, તે પહેલા બહાર જ શરીફ Sharif સાથે બેઠેલો હતો પણ કોઈ કામસર તે ઘરમાં દાખલ થયો અને જોહરી પોતાની ટીમ સાથે ત્યાં પહોચ્યા હતાં. ઘરની બહાર પોલીસના નામે થયેલો કોલાહલ અને ઘરના સભ્યોએ પોલીસને રોકવા માટે કરેલા પ્રયત્ન દરમિયાન લતીફ latif ને ઘરના ઉપરના માળે જતાં રહેવાનો સમય મળ્યો, પણ જાડેજા Jadeja તેને ઉપરની તરફ જતા જોઈ ગયા હતાં. તે પણ એકદમ ઝડપે જમણા હાથમાં રિવોલ્વર સાથે ઉપરના માળ તરફ ભાગ્યા, પણ જન્મ દરિયાપુર Dariapur માં જ થયો હોવાને કારણે લતીફ Latif ને પોળના એક ધાબા ઉપરથી બીજા ધાબે અને એક પતરા ઉપરથી બીજા પતરા ઉપર કેમ નાસી જવાય તેની બાળપણથી ખબર હતી. લતીફ Latif ને હવે પાછળ મોત દેખાઈ ગયુ હતું. પોતાને ડૉન Don સમજતો લતીફ (Latif) પાછળ સિંહ પડ્યો હોય અને હરણ ભાગતું હોય તે રીતે ભાગી રહ્યો હતો. જો કે ત્યારે તેને નસીબે યારી આપી અને તે જાડેજા Jadeja ને થાપ આપી ભાગી છુટવામાં સફળ રહ્યો.



લતીફ (Latif) તો ભાગી ગયો પણ જાડેજા Jadeja ને ચિંતા નીચે ઉભા રહેલા ડી.સી.પી. જોહરી DCP Johri અને પી.એસ.આઈ. પટેલ PSI Patel ની હતી. તેઓ બંન્ને એકલા જ હતાં., જાડેજા Jadeja નીચેના માળે પરત ફરી રહ્યાં હતા ત્યારે લતીફ Latif ના ઘરના લેન્ડ લાઈન ફોનની રીંગ વાગી. એક ક્ષણના વિચાર પછી જાડેજા Jadeja એ તરત ફોન ઉપાડી લીધો ત્યારે સામે છેડેથી કોઈએ પુછ્યું પુલીસ આ ગઈ. જાડેજા Jadeja એ પુછયુ કોન બોલ રહા હે, એટલે ફોન કરનાર સમજી ગયો કે કંઈક ગરબડ છે, એટલે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. જાડેજા Jadeja ફોન મુકી દોડતા નીચે તરફ આવી ઘરની બહાર આવ્યા ત્યારે માહોલ બદલાઈ ગયો હતો. જોહરી Johri અને પટેલ Patel શરીફ-જાવેદ Sarif – Javed ને માથે રિવોલ્વરના તાકીને ઉભા હતાં. જ્યારે તેમને ટોળાએ ઘેરી લીધુ હતું, ટોળુ બંન્નેને છોડી મુકોની બુમો પાડી પથ્થર મારો કરી રહ્યુ હતું. જોહરી Johri વારંવાર પોતાની જાતને પથ્થર મારાથી બચાવવાના પ્રયત્ન સાથે ટોળાને ગોળીબાર કરવાની ચેતવણી આપી રહ્યા હતાં. પરંતુ લતીફ Latif ના ઘરે પોલીસ આવી છે તેવા સમાચાર પ્રસરતા ટોળે ટોળા લતીફ Latif ના ઘર તરફ તેની મદદે આવી રહ્યાં હતાં.

જોહરી Johri સમજી ગયા કે હવે શરીફ અને જાવેદ Sarif – Javed ને અહિંયાથી લઈ નિકળી જવું જોઈએ પણ તેમની પાસે વાહન અને માણસો જ ન્હોતા. બહાર નિકળવા પોલીસ ફોર્સની જરૂર હતી. પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. ટોળુ કોઈ પણ રીતો ખાનભાઈઓને છોડવવાનાં મુડમાં હતું. જોહરી Johri એ બુમ પાડી કહ્યુ જાડેજા Jadeja ફોર્સ મંગાવો. વાયરલેસ તો સાથે હતો નહીં. જાડેજા Jadeja લતીફ Latif ના ઘરમાં ફોન કરવા પાછા આવ્યા પણ થોડીવાર પહેલા જેણે ફોન કર્યો હતો તેણે સામે છેડેથી ફોન કટ કર્યો ન્હોતો, માટે આ ફોન પણ એગેંજ થઈ ગયો હતો. જાડેજા Jadeja એ તેને બહુ ધમકાવ્યો ત્યારે તેણે પોતાનું રિસિવર નીચે મુક્યું હતું. અંતે લતીફ Latif ના ઘરમાંથી જાડેજા Jadeja પોલીસ કંટ્રોલ રૂમ Police Control Room ને ફોન કરવામાં સફળ થયા અને તેમણે કંટ્રોલરૂમને તાત્કાલિક પોલીસ ફોર્સ દરિયાપુર પોપટીયાવાડ Popatiyawad મોકલી આપવાની સુચના આપી હતી. જોહરી Johri સાથે નિકળેલી બંન્ને રિક્ષાઓ તેના નિયત પોઈન્ટ ઉપર પોપટીયાવાડ Popatiyawad તરફ આવતા રસ્તા ઉપર ગોઠવાઈ ગઈ હતી, પણ તેમને તો ખબર જ ન્હોતી કે તેમના અધિકારીઓ અંદર ઘેરાઈ ગયા છે.



પોલીસ કંટ્રોલરૂમ Police Control Room ને જાડેજા Jadeja નો ફોન આવતા થોડીવારમાં પોલીસના તમામ વાયલેસ સેટ ગુંજી ઉઠ્યા હતાં અને તમામ પોલીસના વાહનો અને પોલીસ ઈન્સપેક્ટર્સને પોપટીયાવાડ Popatiyawad પહોચી જવાની સુચના કંટ્રોલરૂમ તરફથી મળી હતી. હજી જોહરી Johri, જાડેજા Jadeja અને પટેલ Patel જીવ દાવ ઉપર લગાડી ટોળાનો સામનો કરી રહ્યાં હતાં.

(ક્રમશ:)

- Advertisement -

PART – 20 | ગીથા જોહરી એ સિવિલ ડ્રેસ પહેર્યો અને ઓટો પકડી દરિયાપુર જવા નિક્ળયા

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular