Friday, April 17, 2026
HomeGeneralAMCએ નરેન્દ્ર મોદીના ડ્રાઈવરને કરાવ્યા ઘી કેળાં, અન્ય AMTS ડ્રાઈવરોનો શું વાંક?

AMCએ નરેન્દ્ર મોદીના ડ્રાઈવરને કરાવ્યા ઘી કેળાં, અન્ય AMTS ડ્રાઈવરોનો શું વાંક?

- Advertisement -

જયંત દાફડા(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થતાં સભા બંધ કરવી પડી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટેર્સ સામે-સામે આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપના કોર્પોરેટર પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં વિવાદ થયો હતો. ઉપરાંત નરેન્દ્ર મોદીના ડ્રાઈવર અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.


નરેન્દ્ર મોદીના ડ્રાઈવરને AMTSમાં કાયમી કર્યો અન્ય સાથે કેમ અન્યાય ?

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, 1997માં એક ડ્રાઈવરને AMTS દ્વારા રોજમદાર રાખવામા આવ્યો હતો. તે સમયે રોજમદાર રાખ્યો હતો અને હવે તે વ્યક્તિને 1997થી આજસુધી જે કાયમી ડ્રાઈવર તરીકેના લાભ મળવા જોઈએ તે આપવાની વાત કરવામાં આવી રહી છે. અંદાજિત 1200 ડ્રાઈવરોને 2014માં AMCએ કાયમી કર્યા અને તે ડ્રાઈવરોને મળતા લાભ 2014થી આપવામાં આવ્યા છે. 1997થી કાયમી ડ્રાઈવર તરીકેના લાભ મળવાના છે તે વ્યક્તિ દિપક જોશી છે, જે નરેન્દ્ર મોદીનો ડ્રાઈવર છે. દિપક જોશી 1997 મળવા પત્ર લાભ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -

ભાજપ મહિલા કોર્પોરેટરના સગાને આવાસમાં મકાન મળતા વિવાદ

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સભાને સંબોધતા દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર પર આક્ષેપો કર્યા હતા કે AMCના ઓઢવ આવાસ યોજનાનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું હતું. તે આવાસમાં મહિલા ભાજપ કોર્પોરેટરની નણંદને મકાન ફાળવવામાં આવ્યું છે. કોર્પોરેટર નીતાબેન પર થયેલા આક્ષેપો બાદ ભાજપના સમગ્ર કોર્પોરેટર્સ ઉશ્કેરાઈ ગયા હતા અને સભામાં હોબાળો મચાવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટેર્સ આમને સામને આવી જતાં સામન્ય સભા બંધ કરવી પડી હતી.



વધુમાં જણાવતા કહ્યું કે ભાજપના કોર્પોરેટેર્સ સતત ભ્રષ્ટાચાર કરી રહી છે. આજે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો છે. એક તરફ પ્રધાનમંત્રી કહે છે કે ઝૂપડપટ્ટીના ગરીબોને મકાન આપવામાં આવશે પરંતુ ભાજપના કોર્પોરેટરના સાગવાળાને મકાન આપવામાં આવી રહ્યા છે,

સમગ્ર બાબતે મેયર કિરીટ પરમારએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પક્ષના નેતાને સભામાં સંપૂર્ણ સમય આપ્યો હતો, શહેરના વિકાસ માટે કોઈ સારા સૂચનો આપે અને સારા કામો લઈને આવે અને વિકાસના કાર્યમાં સહભાગી થાય તેવી અમારી ઈચ્છા હતી. પરંતુ તેમણે પાયવિહોણા પુરાવા વગરના આક્ષેપો ઓઢવના કોર્પોરેટર પર કર્યા હતા. તેમનો આશય હતો કે બોર્ડ બંધ કરાવવાનો એટ્લે છેલ્લે તેમણે બિનસંસદીય શબ્દ “ભ્રષ્ટાચાર” વારંવાર બોલી ખોટા આક્ષેપો કર્યા હતા.તેમણે બધા કોર્પોરેટર ભ્રષ્ટાચારી હોવાનું કહેતા અન્ય કોર્પોરેટેર્સ ઉશ્કેરાઈ ગયા હતા અને સામ-સામે આવી જતાં બોર્ડ બેઠક બંધ કરવી પડી હતી.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular