Sunday, May 24, 2026
HomeGujaratલતીફ પાસે ટ્રક ભરી હથિયાર આવી ગયા હતા અને અમદાવાદ લોહિયાળ થઈ...

લતીફ પાસે ટ્રક ભરી હથિયાર આવી ગયા હતા અને અમદાવાદ લોહિયાળ થઈ ગયુ હતુ

- Advertisement -

લતીફ ભાગ-15: બાબરી મસ્જિદ Babri Masjid તુટી તેનાં કારણે ભારતનાં મુસ્લિમો Muslims નું નારાજ અને ગુસ્સે થવું સ્વાભાવિક હતું. પાકિસ્તાન Pakistan બરાબર તેનો લાભ લેવા માગતું હતું. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI એ મુંબઈમાં બેઠેલા દાઉદ ઈબ્રાહીમ Dawood Ibrahim નો સંપર્ક કર્યો અને દાઉદ અને ISI વચ્ચે ઘડી કાઢવામાં આવેલી યોજના બહુ ઓછા લોકોને ખબર હતી. ગુજરાત Gujarat અને મહારાષ્ટ્ર Maharashtra પોલીસ સહિત ભારતીય ગુપ્તચરો પણ સંપૂર્ણપણે આવનાર તોફાનથી અજાણ હતાં. મુંબઈના એક પોલીસ સબઈન્સપેક્ટર Police subinspector નો દિકરો દાઉદ ઈબ્રાહીમ Dawood Ibrahim કાસ્કર, જે સામાન્ય ગુંડામાંથી દાણચોર અને પછી ગેંગસ્ટર થઈ ગયો તેની પાછળ મુંબઈ પોલીસના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને તત્કાલીન નેતાઓની મોટી ભૂમિકા હતી.



ગુજરાતમાં પોલીસ Gujarat Police અને નેતાઓની ભુલને કારણે લતીફ (Latif) મોટો થયો તેમ મુંબઈમાં દાઉદ Dawood કદાવર થઈ ગયો હતો. દાઉદ Dawood અને લતીફ (Latif) વચ્ચે અંતર એટલું જ હતું કે લતીફ (Latif) ભારત પુરતો સીમિત હતો. જ્યારે દાઉદ ઈન્ટરનેશનલ થઈ ગયો, તેને વિશ્વભરના બે નંબરના ધંધાઓ કરનારાઓ સાથે સંબંધો હતાં. સોના-ચાંદીની દાણચોરી કરનાર દાઉદ ડ્રગ્સ સહિતના ધંધામાં પણ ઝંપલાવી ચુક્યો હતો.

હવે દાઉદ જે કામ કરવાનો હતો તેની કિમંત સમગ્ર દેશ ચુકવવાનો હતો. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે નક્કી થયા પ્રમાણે પાકિસ્તાનનાં કરાચી બંદરેથી ત્રણ જહાજો ભારત આવવા નિકળ્યાં. મધ્યમ કક્ષાના 3 જહાજો પૈકી બે ગુજરાત તરફ ફંટાયા અને જેમાં એક વલસાડ અને બીજુ પોરબંદર Porbandar ના ગોસાબારા બંદરે આવ્યુ હતું. દાઉદ માટે કામ કરનાર હેન્ડલર માની રહ્યો હતો કે જહાજમાં સોનુ છે, કારણ કરાચી બંદરથી જહાજ લઈ નિકળેલા હેન્ડલરને જહાજમાં કાળું સોનું હોવાનું કહેવામાં આવ્યુ હતું. જ્યારે એક જહાજ સીધુ મુંબઈના બંદરે પહોંચ્યું હતું. આખી ઘટનામાં ગુજરાત અને મુંબઈનાં ભ્રષ્ટ અધિકારીઓની જેમ કસ્ટમ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને પણ સોનાની દાણચોરી થઈ રહી છે તેવું માની હેન્ડલરની વાત માની લઈ પોતાનો હપ્તો લઈ લીધો પણ જહાજ ચેક કર્યા નહીં.

Navajivan

- Advertisement -

આ ત્રણે જહાજમાં મોટી સંખ્યામાં AK 56 રાયફલ, લશ્કર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હેન્ડગ્રેનેડ અને RDXનો મોટો જથ્થો હતો. ગુજરાતના વલસાડ અને ગોસાબારા બંદરે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈ બંદરે દારૂગોળો ઉતરી ગયો હતો. ગોસાબાર બંદરે જે સામાન ઉતર્યો હતો તેમાંથી અમુક હિસ્સો ભરી એક ટ્રક મુંબઈ રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રક અમદાવાદ તરફ આવી હતી. તે માત્ર લતીફ (Latif) ગેંગ માટે હતી. અમદાવાદમાં ચાલી રહેલા તોફાનો વચ્ચે નારોલથી આ ટ્રકને કોંગ્રેસના એક નેતા પોતાની કાર દ્વારા પાયલોટિંગ આપી પોપટીયાવાડ સુધી લાવ્યા હતાં, આ ટ્રકમાં હથિયારો હતાં. હથિયારો ભરેલી ટ્રક લતીફ (Latif) સુધી પહોંચી ગઈ, પણ તેની અમદાવાદ પોલીસ Ahmedabad Police ને ગંધ સુદ્ધા આવી નહીં. જો કે લતીફ (Latif) અને તેના ગેંગસ્ટર પહેલી વખત હાથમાં આવેલી AK 56 જેવી રાયફલ્સ પકડી ખુબ ખુશ થયા હતા કારણ હજી અમદાવાદ પોલીસના મોટા ભાગનો સ્ટાફ બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી થ્રી નોટ થ્રી રાયફલ વાપરી રહ્યો હતો. જયારે વલસાડ બંદરે આવેલા જહાજનો દારૂગોળો વલસાડના એક સરપંચ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં મુંબઈ સુધી મુકી આવ્યા હતા. આ બધુ જ દાઉદના ઈશારે ગુજરાતમાં પણ થઈ રહ્યુ હતું. જો કે દાઉદ સાથે ફોન ઉપર વાત કરતા લતીફ (Latif) અને ગુજરાતના અન્ય ગેંગસ્ટરને ખબર ન્હોતી કે દાઉદ ઈબ્રાહીમ મુંબઈ છોડી પાકિસ્તાનના એક સુરક્ષિત ઘરમાં જતો રહ્યો છે. 



અમદાવાદના તોફાનો વચ્ચે અચાનક અમદાવાદના મણિનગર Maninagar, Ahmedabad અને લાલદરવાજા અને નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ Navrangpura Municipal Market જેવા વિસ્તારમાં સાંજ પડે અને લોકોની ભીડ હોય ત્યારે અચાનર બાઈક ઉપર કોઈક આવી હેન્ડગ્રેનેડ ફેંકી જતા રહેતા હતાં. હવે પોલીસ અને સરકાર સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસને અંદાજ આવી ગયો હતો કે આ કામ લતીફ (Latif) ગેંગનું છે જ છે, પણ હજી તેમની પાસે કોઈ પુરાવા ન્હોતા. જો કે લતીફ (Latif) ને ઉચકી લાવી મિનીટોમાં બધુ ઓકાઈ દેવાની ક્ષમતા ધરાવતા પોલીસ અધિકારીઓ હતાં પણ છતાં રાજકિય ઈચ્છાનો અભાવ હતો. જેના કારણે લતીફ (Latif) ની હિમંત વધી રહી હતી. 1 બપોરના કાંકરિયા પાસે આવેલી અંબીકા મીલની બપોરની પાળી છુટી અને મજુરો સાયકલ લઈ પોતાના ઘર તરફ જવા માટે જેવા મીલની બહાર આવ્યા ત્યારે જ એક ઓટોરીક્ષા Autorickshaw આવી અને તેમાંથી AK 56 રાયફલની ગોળી ધાણી ફુટે તેમ ફુટવા લાગી અને ગરીબ મજુરો રસ્તા ઉપર જ ફસડાઈ પડ્યા હતાં. હવે લતીફ (Latif) દાઉદના ઈશારે અમદાવાદમાં આતંક ફેલાવી રહ્યો હતો પણ તંત્ર લાચાર અને અને બેબસ હતું. સામાન્ય બુટલેગર લતીફે (Latif) દાઉદના ઈશારે એ. કે. 56 રાયફલ પકડી પોતાની ઉપર આતંકવાદીનો સિક્કો લગાવી દીધો હતો.

(ક્રમશ:)

PART – 14 | હથિયાર ભરેલી ટ્રકનું પાઇલોટિગ એક નેતા અને પોલિસ કરી રહી હતી

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular