Tuesday, April 21, 2026
HomeGeneralસ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસે મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે આરોગ્ય...

સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસે મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે આરોગ્ય શિબિરનું આયોજન, આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી જાણકારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા આજે સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ એક અગત્યની જાહેરાત કરવા માટે કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા આગામી 7 એપ્રિલ- વિશ્વ આરોગ્ય દિવસે મનોદિવ્યાંગ વાયક્તિઓ માટે એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સમગ્ર દેશમાં આયોજિત થશે અને જેનું કેન્દ્ર ગુજરાત રહેશે. આ કેમ્પમાં સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા એક વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કરવા જઈ રહી છે. સંસ્થાની આ મુહિમમાં ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર પણ સંસ્થાને મદદ કરી રહ્યા છે.



સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા છેલ્લા 20-21 વર્ષથી ભારતમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહી છે. સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડને કેવી રીતે રમત ગમતના ક્ષેત્રમાં કેવી રીતે આગળ લાવવા તે ક્ષેત્રમાં આ સંસ્થા કામ કરી રહી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન મહામારીના કારણે આવા માનસિક બીમાર વ્યક્તિઓની હાલત વધારે ખરાબ બની હતી, જેના કારણે હવે જ્યારે પરિસ્થિતી સુધારી છે ત્યારે આ સંસ્થા હવે ‘રિટર્ન ટુ પ્લે’ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત 7મી એપ્રિલે એક કાર્યક્રમ આયોજિત કરવા જઈ રહ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ માંથી 75000 દિવ્યાંગો અને ગુજરાતમાં અમદાવાદના 7500 અને સુરતના 2500 દિવ્યાંગો માટે કર્ણાવતી યુનિવર્સિટીમાં આરોગ્ય સીબીરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આ દિવ્યાંગોને મોટેરા સ્ટેડિયમ લઈ જઈને ત્યાં તેમની પાસે ફિટનેસ ઇવેન્ટમાં એક સાથે આટલા દિવ્યાંગ એકત્રિત થવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છે, જેના માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ આ કાર્યક્રમની સમિક્ષા કરવા માટે આવશે.



આજે પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના પદાધિકારીઓ અજય પટેલ, રાકેશ શાહ – ધારાસભ્ય, ડી જી ચૌધરી, મુક્તા નારાયણ થીંડ, રોહન ભટ્ટ અને ભાવેશ પટેલ હજાર રહ્યા હતા. જેમાં સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થાના ઓલ ઈન્ડિયા સંચાલક મુક્તા નારાયણ થીંડે જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની મદદથી અમે આગામી સમયમાં માનોદિવ્યાંગો માટે રમત ગમતના ક્ષેત્રમાં આગળ લાવવા માટે આ મુહિમ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં અમે માનોદિવ્યાંગો માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular