Thursday, July 2, 2026
HomeGeneralઅમદાવાદ: "રોકીભાઈ કો શાહીબાગ દે દિયા હે ઓર માધુપુરા મે ચલાઉંગા", બૂટલેગરએ...

અમદાવાદ: “રોકીભાઈ કો શાહીબાગ દે દિયા હે ઓર માધુપુરા મે ચલાઉંગા”, બૂટલેગરએ ધમકી આપતા ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ અમદાવાદમાં તો બુટલેગરોએ દારૂ વહેંચવા માટે વિસ્તાર પ્રમાણે ભાગલા પાડ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. દારૂના ધંધા માટે વિસ્તાર વહેંચ્ચો હોવાની વાતને લઈને બૂટલેગરે ધમકીઓ આપતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.



શાહીબાગમાં રહેતા શશિકાંત દુબેની ફરિયાદ અનુસાર, તેમણે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ જ્યારે છારાનગરમાં રહેતા હતા તે દરમિયાન નરેશ છારા સાથે છ મહિના પહેલા બોલાચાલી થઈ હતી. એક દિવસ પહેલા તેને શશિકાંતને ફોન કરીને કહ્યું ” બાત સુન મેને રોકીભાઈ કો શાહીબાગ દે દિયા હે ઓર માધુપુરા મે ચલાઉંગા, બંને વચ્ચે ગાળા ગાળી થઈ જતાં નરેશે કહ્યું કે ચલાને દેના હે તો ચલાને દે, મે તો મરને ફીર રહા હું તેરે કો ભી જીંન્દા નહીં છોંડુંગા, રેકોર્ડિંગ કરના હે તો કરલે..

નરેશ એ જણાવ્યું કે હમ તેરે કો ખાના પીના દે રહે હે વો લેકે બેઠ જા, યે મેરા શાહીબાગ હે યે મેરા માધુપુરા હે. જેથી ફરિયાદીએ તેને જણાવ્યું કે તુમ દાદાગીરી કરકે દારૂ કા ધંધા કરોગે? જેથી નરેશ એ જણાવ્યું કે તું અભી શિખા હે દારૂ કા ધંધા મેં બચપન સે કર રહા હું, આમ કહી દારૂ નહિ નિકલને દેગે કહી ફોન પર હિન્દીમાં ધમકીઓ આપી હતી. આમ દારુનો ધંધો ચલાવવા માટે બે બુટલેગર વચ્ચે હદ વિવાદ ઉભો થયો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular