Thursday, July 2, 2026
HomeGeneralગજબનું કોણ બુટલેગર કે પોલીસ?- દારુની ટ્રક દિલ્હીથી અમદાવાદ આવી, ગુજરાતમાં એન્ટ્રી...

ગજબનું કોણ બુટલેગર કે પોલીસ?- દારુની ટ્રક દિલ્હીથી અમદાવાદ આવી, ગુજરાતમાં એન્ટ્રી પછી પણ ક્યાંય પકડાયો નહીં અને…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ભેજાબાજ બુટલેગરે દારુ ઘુસાડવા એવી તરકીબ અપનાવી કે પ્રથમ દ્રષ્ટિએ દારૂ જોવા જ ન મળે. તેમ છતા ભેજાબાજ બુટલેગર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની બાજ નજરથી બચી શકયો નહીં. ઉલ્લેખીનય છે કે દિલ્હીથી દારૂ ભરેલો ટ્રક ગુજરાતની મુખ્ય બોર્ડર ક્રોસ કરતી કરતી, ઘણા પોલીસ મથકોની હદ વટાવતી વટાવતી અમદાવાદ સુધી તો આવી જ ગઈ અને દારુ અમદાવાદ સુધી લઈ આવ્યો પણ તેની ગંધ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એન.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયામન હેડ કોન્સટેબલ અલ્તાફખાનને બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો ભરીને રામોલ ટોલ ટેકક્ષ તરફથી નરોડા તરફ જવાનો છે. બાતમીના આધારે તપાસ કરતા ઓઢવ રીંગ રોડ સર્કલ નજીકથી એક ટ્રક મળી આવ્યો હતો. ટ્રકમાં તપાસ કરાતા તેમાંથી 577 દારુની પેટીઓ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ઘરપાલ પ્રેમસિંગ રહે. હરિયાણા અને મનજીત ચમાર રહે. હરિયાણાને ઝડપી પાડયા હતા.

- Advertisement -



પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, વિદેશી દારૂ ભરેલો ટ્રક આજથી પાંચ દિવસ અગાઉ પોતાના ઓળખીતા સોનું અને રાજૂ (રહે. દિલ્હી)એ દિલ્લીથી ભરાવી આપ્યો હતો અને આ માલ અમદાવાદના ઓઢવ રિંગ રોડ પહોંચાડવાનું કહ્યું હતું. ત્યાર બાદ આગળની જગ્યા ફોનથી જણાવવાના હતા.

આરોપીએ પોલીસને ચકમો આપવા માટે વિદેશી દારૂને ટ્રકમાં જુદી જુદી કંપનીના બુટના કંતાનના બોક્સમાં એવી રીતે સંતાડયા હતા કે પ્રથમ દ્રષ્ટિએ દારૂની પેટી મળી શકે નહીં. પોલીસે કંતાનની અંદરના બોક્સ હટાવીને જોતાં દારૂની પેટીઓ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચેની ટીમે ટ્રકમાંથી કુલ 577 પેટી જેની કિંમત 31,94,000 સહિત કુલ 47,99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular