Thursday, July 2, 2026
HomeGeneralસાબરકાંઠા: SOGએ GUJCTOC ગુનાના આરોપીને ગાંભોઇ નજીકથી દબોચ્યો, પેરોલ ફર્લો જંપ કરનાર...

સાબરકાંઠા: SOGએ GUJCTOC ગુનાના આરોપીને ગાંભોઇ નજીકથી દબોચ્યો, પેરોલ ફર્લો જંપ કરનાર અન્ય એક આરોપીને ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સાબરકાંઠાઃ સાબરકાંઠા એસઓજી પોલીસે ગાંભોઇ નજીકથી ગુજસીટોક ગુન્હાના આરોપી લિસ્ટેડ અને કુખ્યાત બૂટલેગરને વાહનમાં બેસી ફરાર થાય તે પહેલા દબોચી લીધો હતો. તેમજ હિંમતનગરના શિહોલી ગામનો અને વચગાળાના જામીન પર છૂટેલા અને ૭ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને હિંમતનગર બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા નાઇટ પેટ્રોલિંગમાં હાથધર્યું હતું. એસઓજી પોલીસે બાતમીના આધારે ગુજસીટોક ગુનાનો કુખ્યાત બુટલેગર અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વસંત સુરજીભાઇ બરંડા (રહે. જેસીંગપુર તા. ભિલોડા ) ગાંભોઇ ત્રણ રસ્તા ભિલોડા જતા રોડ પર ઉભો છે, જેથી પકડી પાડી કરી ગાંભોઇ પોલીસને સોંપ્યો હતો. તેમજ હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી શિહોલી ગામના અને સાત મહિનાથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વિક્રમભારથી આનંદભારથી ગોસ્વામીને ઝડપી લીધો હતો.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular