Wednesday, July 1, 2026
HomeGeneralઅમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વિદેશી મુસાફર 32 કરોડના ડ્રગ્સ સાથે પકડાયો

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વિદેશી મુસાફર 32 કરોડના ડ્રગ્સ સાથે પકડાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરફેરની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતનાં દરિયાઈ માર્ગે પાડોશી દેશો માંથી બોટના મધ્યમથી ડ્રગ્સ આવતું હોય કે અદાણિ પોર્ટ પર 21000 કરોડનું ડ્રગ્સ હોય બધુ ગુજરાતમાં પકડાયું છે. છેલ્લા એક માહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરફેર કરતાં વ્યક્તિઓને પકડવાના છ કેસ થયા છે. તાજેતરનાં એક વ્યક્તિને અમદાવાદ એરપોર્ટ પરથી 4.5 કિલો હેરોઇન લઈને આવતો એક વ્યક્તિ ઝડપાયો છે.



- Advertisement -

મળતી માહિતી મુજબ ડીઆરઆઇ (Directorate of Revenue Intelligence) વિભાગના અધિકારીઓને જાણકારી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ પર મોટા પ્રમાણમા ડ્રગ્સ આવવાનું છે, જેના આધારે અમદાવાદ એરપોર્ટ પર અલગ અલગ ટીમનું સર્વેલન્સ ગોઠવીને તાન્ઝાનિયાથી આવતા એક યુવકની અટકાયત કરીને તપસ કરવામાં આવી હતી. તપાસમાં આ યુવકના બેગમાં એર્ક ખાસ પ્રકારનું ગુપ્ત ખાનુ બનાવીને તેમાં 32 કરોડની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું.

પકડાયેલો યુવક તાન્ઝાનિયન મુસાફર છે જે અમદાવાદ વ્યાવસાયિક વિઝા લઈને ભારત આવ્યો હતો જેની આડમાં તે અમદાવાદનાં નાગરિકોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનો હતો, અટાયરે આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસમાં જાણવા મળશે કે આ યુવક કોનો સંપર્ક કરીને ભારત આવ્યો હતો અને કોને ડ્રગ્સની ડિલિવરી આપવાનો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક માહિનામાં અત્યાર સુધી છ લોકોને આવી રીતે ડ્રગ્સની હેરફેર કરવા માટે પકડવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી અત્યાર સુધી અંદાજિત 130 કરોડ રૂપિયાનું ડ્રગ્સ DRI દ્વારા પકડવામાં આવ્યું છે અને જુદા જુદા 8 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ઉપર NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular