Sunday, May 31, 2026
HomeGeneralઅમદાવાદ 2 લાખમાં 4 માસની બાળકી સુરતમાં વેચી, પોલીસ એક રિક્ષા પર...

અમદાવાદ 2 લાખમાં 4 માસની બાળકી સુરતમાં વેચી, પોલીસ એક રિક્ષા પર લાગેલા જાહેરાતના સ્ટિકરથી આરોપી સુધી પહોંચી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં 21 દિવસ અગાઉ ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદમાંથી ગુમ થયેલી બાળકી 21 દિવસ બાદ સુરતમાંથી મળી આવી હતી. જો કે પોલીસે બાળકીનું અપહરણ કરનાર 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે સાથે જ આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પણ પર્દાફાશ કર્યો છે. રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગર અનુસાર, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગત 17 ફેબ્રુઆરીએ ફુવારા સર્કલ પાસેથી રાત્રિના સમય દરમિયાન શ્રમિક દંપતીની બાળકીનું અપહરણ થયું હતું. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી અપહરણ બાબતે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસને ઘણી ચોંકાવનારી વિગતો મળી હતી. આ અપહરણનો મામલો બાળક તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું

- Advertisement -



પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગોમતીપુરમાં અપહરણ કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક રીક્ષાની ઓળખ કરી હતી. આ રીક્ષાનો નંબર પ્લેટ ડંકાયેલો હતો. રીક્ષા પાછળ એક સ્ટિકર લગાવેલું હતું. આ સ્ટિકર અંગે પોલીસ વધુ તપાસ કરતાં વાડજથી રીક્ષાઓ પર સ્ટિકર લાગતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રીક્ષાનંબરની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં રીક્ષા મહેસાણાના એક વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. રીક્ષા માલિકની ધરપકડ કરતાં સામે આવ્યું હતું કે બાળકીનું અપહરણ ચાર લોકોએ કર્યું હતું. ચાર લોકોની ધરપકડ બાદ આ સમગ્ર કેસ અપહરણ નહીં પણ બાળ તસ્કરીનો હોવાનો ખુલાસો પોલીસ સમક્ષ થયો હતો. મહેસાણાના બે અને અમદાવાદના બે આરોપીઓએ બાળકીનું અપહરણ કરી વડોદરામાં રહેતાં બે આરોપીઓને વેચી દીધી હતી. જે બાદ તેઓએ હૈદરાબાદના આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યાંના એક ડોક્ટરને મળ્યા હતા. આ ડોક્ટર બાળ તસ્કરીનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર દ્વારા સુરતના દંપત્તિને બાળકી બે લાખમાં વેચી દેવામાં આવી હતી.

- Advertisement -



આરોપી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કરી હતી. ત્યાર બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની, રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં બાળકીને વેચી નાખી હતી.

- Advertisement -

પકડાયેલા તમામ આરોપીઓના બાળકના અપહરણમાં અલગ અલગ રોલ હતા. પરંતુ ટોળકીનું કામ બાળકોને વેચવાનું. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી. આ ટોળકી ભેગા મળી સુરતના દંપતી અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોવાથી 2 લાખમાં બાળક વેચ્યું હતું. સુરતના દંપતી આગળ કિંજલનું આધાર કાર્ડ મોકલીને પિતાના અવસાનની કહાની બનાવીને પોતાનું જ બાળક હોવાનું કહ્યું હતું. આ ગેંગ ગુજરાત સહિત અનેક રાજ્યમાં હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા હતા. પોલીસને આરોપી રમ્યાના મોબાઈલમાંથી અન્ય કેટલાક બાળકોના ફોટા પણ મળી આવ્યા છે. જ્યારે આરોપી ઉર્મિલાએ અગાઉ બાળક વેચ્યું હોવાનો ખુલાસો કરતાં પોલીસે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular