નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં એક જાગૃત નાગરીકના કારણે લાંચીયા અધિકારીનો પર્દાફાશ થયો છે. મહુવા જિલ્લાના વહિવટી શાખા વર્ગ 3ના સિનિયર ક્લાર્ક લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો છે. એ.સી.બી.એ સિનિયર ક્લાર્કને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ ભાદ્રોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બહુહેતુક માટે પ્લોટ એન.એ. કરાવ્યો હતો. જેમાં ઔદ્યોગિક બાંધકામની મંજુરી માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. ગ્રામ પંચાયત ભાદ્રોડ દ્વારા તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફાઈલ મોકલતા તાલુકા પંચાયત મહુવાની વહિવટી શાખાના સિનિયર કલાર્ક કાળુભાઈ ઉર્ફે જયભાઈ ચતુર ભાઈ મેર સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરિયાદી આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બીએ લાંચના છટકાનું આયોજન તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ખાતે કર્યુ હતુ. તે દરમિયાન કાળુભાઈએ ફરીયાદી સાથે વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા. ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરીને સ્વીકારતા સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












