નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમાદાવાદમાં રોજ-બરોજ સાસરીયાના ત્રાસની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે આજે અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. પતિ મહિલાને નાની-નાની વાતે હેરાન પરેશાન કરીને ગાળો આપી માર-મારતો હતો. ત્યાર બાદ પત્નીને સાસરીમાં પાછું આવવા માટે માનસિક ડોક્ટરનું એન.ઓ.સી સર્ટી આપ્યા બાદ જ તેડી જવાનું કહી પતિ ત્રાસ આપતો હતો.
સમગ્ર બાબતે મહિલાએ પોલીસ સસ્ટેનમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે છ વર્ષ અગાઉ તેના લગ્ન સમાજના રીતીરીવાજ મુજબ થયા હતા. લગ્નના એક વર્ષ સુઘી સાસરીવાળાએ સારી રીતે રાખી હતી. પતિની દારુ પીવાની ટેવ હોવાથી અવાર-નવાર ઝઘડા થતા અને દારુ છોડવા માટે કહે તો પીયર જતુ રહેવા પતિ કહેતો હતો. ઉપરાંત સાસુ પણ મા-બાપે સરખી રીતે કામ કરતા શીખવાડયુ નથી તેમ કહી મેણાટોણાં મારતા હતા.
મહિલાની તબીયત બગડતા તે પીયર ગઈ હતી. જો કે મહિલાને સારુ થઈ જતા પતિને ફોન કરીને તેડી જવા માટે કહેતા પતિએ કહ્યુ હતુ કે “તારા પપ્પા પાગલ હતા ને તુ પણ પાગલ જ છે, માનસીક રોગ અંગેના ડોક્ટરનું એન.ઓ.સી સર્ટી લઈ આવ ત્યાર બાદ જ તેને તેડી જશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












