Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેનની સરહદે ફસાયેલા વિદ્યાર્થીઓને BAPSના સ્વયંસેવકોએ આવી રીતે કરી મદદ જાણો

યુક્રેનની સરહદે ફસાયેલા વિદ્યાર્થીઓને BAPSના સ્વયંસેવકોએ આવી રીતે કરી મદદ જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત ફરવા માટે ભારતીય એમ્બેસી દ્વારા નજીકની સરહદ દ્વારા પાસેના દેશમાં જઈને તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે એવા અનેક સમાચાર સામે આવ્યા છે કે આ વિદ્યાર્થીઓને યુક્રેન માંથી નીકળીને અથવા તો નીકળવા માટે કેટલી તકલીફ પડી રહી છે, ત્યારે પૉલેન્ડ માંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. યુરોપ સ્થિત BAPS સંસ્થાના સ્વયંસેવકો યુક્રેન અને પૉલેન્ડની સરહદે પહોંચ્યા હતા અને આ સરહદ પર આવતા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી.

યુક્રેન પૉલેન્ડની બોર્ડર પર રેસ્ઝો શહેરમાં એક હોટલમાં કોન્ફર્ન્સ હોલમાં સ્વયંસેવકો દ્વારા યુક્રેનથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી હતી. આ સ્વયંસેવકો મોબાઈલ કિચન દ્વારા 100 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ભોજન પણ પીરસ્યું હતું. આ સ્વયંસેવકો પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી પૉલેન્ડની સરહદ સુધી માત્ર ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવાના ઉદેશ્યથી આવ્યા છે. BAPSના સ્વયંસેવક ચિરાગ ગોદીવાલા, શૈલેષ પરમાર તેમજ અન્ય સ્વયંસેવકો પૉલેન્ડની સરહદે પહોંચીને વિદ્યાર્થોની સેવા કરી રહ્યા છે.

- Advertisement -



કડકડતી ઠંડીમાં આ સ્વયંસેવકો પૉલેન્ડ આવતા વિદ્યાર્થીઓને ગરમ ગરમ ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. ભારતીય એમ્બેસી અને આ સ્વયંસેવકો દ્વારા રેસ્ઝો શહેરમાં એક પ્રસિદ્ધ હોટેલના કોન્ફર્ન્સ રૂમમાં આ વિદ્યાર્થીઓએ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular