Tuesday, June 30, 2026
HomeGeneralરશિયામાં યુદ્ધનો વિરોધ કરતા 7000 જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી, રાજદ્રોહ જેવા...

રશિયામાં યુદ્ધનો વિરોધ કરતા 7000 જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી, રાજદ્રોહ જેવા ગંભીર ગુના લગાવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. જોકે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કોઈપણ હિસાબે યુદ્ધનો વિરોધ સહન કરવા તૈયાર નથી. તેથી તેમણે હવે નાના સ્કૂલમાં ભણતાં બાળકોની પણ ધરપકડ કરાવી લીધી છે. રશિયાના વિપક્ષના રાજનેતાએ યુદ્ધ વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધા પછી પોલીસ વાનની પાછળ ધરપકડ કરવામાં આવેલાં બાળકોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઓવીડી ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, રશિયાનાં ૫૦ શહેરમાં યુદ્ધ વિરોધી પ્રદર્શનના આરોપમાં અત્યાર સુધીમાં ૭,૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.



- Advertisement -

દેશમાં યુદ્ધ સામે વિરોધ પ્રદર્શન પર નજર રાખતા સંગઠન ઓવીડી-ઈન્ફોના જણાવ્યા પ્રમાણે, રશિયન પોલીસે અત્યારસી સુધી ૫૦ શહેરોમાં લગભગ ૭૦૦૦ લોકોની ધરપકડ કરી છે. વિપક્ષી નેતા ઈલ્યા યાસિન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોવા મળે છે કે અધિકારીઓએ બાળકોની ધરપકડ કરી છે. તસવીરોમાં જોવા મળે છે કે આ બાળકોની ઉંમર પ્રાથમિક સ્કૂલમાં ભણતાં બાળકો જેટલી છે. આ બાળકોનો વાંક માત્ર એટલો હતો કે તેમણે યુદ્ધનો વિરોધ કરતાં પોસ્ટરો દર્શાવ્યાં હતાં. નોંધનીય છે કે રશિયામાં યુદ્ધનો વિરોધ કરવામાં દેશદ્રોહની કલમ હેઠળ આરોપ લગાવવામાં આવે છે.

એક નાની બાળકીના હાથમાં રશિયન ભાષામાં ‘નો વોર’ લખેલું હતું અને સાથે જ એક પ્લે બોર્ડમાં રશિયન અને યુક્રેની ઝંડાઓ દોરવામાં આવ્યા હતા. એ પછી એક નાનું પિન્ક કલરનું હાર્ટ દોરવામાં આવ્યું હતું, જેનો અર્થ હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે એકસરખો પ્રેમ છે. છોકરીને પોલીસ વાનની પાછળ એક ખુરશીમાં બેસાડેલી દેખાય છે. તેની સાથે જ બીજાં બે બાળકો પણ બેઠાં છે, જેઓ આ પરિસ્થિતિમાં પણ ખૂબ શાંત દેખાય છે. એક અન્ય તસવીરમાં ગુલાબી જેકેટમાં લોખંડના સળિયા પાછળ વાનમાં એક નાની બાળકી દેખાય છે. તે ખૂબ રડી હોય એવું તેના ચહેરા પરથી દેખાય છે. તેની પાછળ જ બ્લેક ડ્રેસમાં રશિયન પોલીસ પણ દેખાય છે.



- Advertisement -

ઈલિયા યશિન એક પૂર્વ રાજનેતા છે, જેના પર ૨૦૨૧માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, કારણ કે તેમણે રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીના સમર્થનમાં કામ કર્યું હતું. તેમણે મંગળવારે રાતે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને ફેસબુક પર લખ્યું હતું કે કઈ જ સામાન્ય નથી. આ પુતિનનું રશિયા છે મિત્રો અને તમે અહીં રહો છે. તેમણે કહ્યું છે કે ‘ક્રેમલિન પ્રચાર મિશન’ બાળકોનાં માતા-પિતાને દોષ આપશે, તેઓ લોકોને કહેશે કે તમારાં બાળકોને રાજનીતિમાં સામેલ ના કરો.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular