Tuesday, June 30, 2026
HomeGujaratપંચમહાલ જિલ્લામાં શિવરાત્રી પર્વેની ભક્તિભાવપુર્વક ઉજવણી શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા

પંચમહાલ જિલ્લામાં શિવરાત્રી પર્વેની ભક્તિભાવપુર્વક ઉજવણી શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પંચમહાલ: પંચમહાલ જિલ્લાન સહિત તાલુકાઓમાં શિવરાત્રીના પર્વની ભારે ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. તાલુકામાં આવેલા વિવિધ શિવાલયોમાં સવારથી શિવભકતોની લાંબી લાઈન દર્શનાથે લાગી હતી. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ અને કોઠા ગામે આવેલા ડેઝરનાથ મહાદેવ મંદિર ખાતે શિવભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શિવલીંગ પર દુધ, જળ, ફુલનો અભિષેક કરવામાં આવ્યો હતો.

- Advertisement -




પંચમહાલ જિલ્લા સહિત તાલુકામા ભગવાન શિવના પર્વ એવા શિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકાના પાલીંખંડા ગામે ગોધરા લુણાવાડા હાઈવે માર્ગને અડીને સ્વયંભુ મરડેશ્વર મહાદેવનુ શિવાલય આવેલુ છે. મરડ પથ્થરમાંથી બનેલુ હોવાથી આ મંદિરનુ નામ મરડેશ્વર મહાદેવ પડ્યુ હોવાનુ માનવામાં આવ્યું છે. શિવરાત્રીના પર્વમાં મરડેશ્વર દાદાના દર્શનનો અનેરો મહીમા છે. શિવરાત્રીની વહેલી સવારથી શહેરા તાલુકા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓમાથી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ભક્તોએ જળ દુધ પુષ્પ સહીતનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. તાલુકાના કોઠા ગામે આવેલા ડેઝરનાથ મહાદેવના મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો.


અહી પાનમડેમની નજીક આસપાસ પ્રાકૃતિક વનરાજી વચ્ચે ડેઝરનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. શિવરાત્રીના પર્વ નિમિત્તે શિવભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મુળ મંદિર પાનમડેમમાં ડુબાણમાં જવાથી અહીં નવીન મંદિર બનાવામાં આવ્યું હતુ. ડુબાણમાં ગયેલુ ડેઝરનાથ મહાદેવનુ મંદિર ૫૦૦ વર્ષ જુનુ હોવાનું માનવામાં આવે છે. શિવરાત્રીનો મેળો પણ અહીં ભરાયો હતો. આસપાસના ગ્રામીણ વિસ્તારના ભાવિકોએ મેળાનો આનંદ પણ લીધો હતો. શિવરાત્રીના પર્વમાં શક્કરીયા બટાકા ખાવાનો રિવાજ ચાલી આવે છે. લોકોએ તેની પણ જયાફત માણી હતી. શહેરા તાલુકામાં આવેલા અનેક નાના મોટા શિવાલયોને ભાવિકોએ બમબમ ભોલે અને અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજાવી મુક્યા હતા. રાત્રીના સમયે મહાઆરતી સહીતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular