નવજીવન ન્યૂઝ.સુરતઃ હાલમાં વિશ્વના ટોચના દેશો સહિત તમામ માટે યુક્રેન અને રશિયા વચ્ચે પડેલી તિરાડ એક મોટી ચિંતાનો વિષ્ય છે. બંને દેશો વચ્ચે હાલમાં યુદ્ધ થઈ ચાલી રહ્યું છે (આ લખાય છે ત્યારે). બંને દેશો વચ્ચે ચિંતાનું વાતાવરણ છે. બંને દેશોની ચિંતામાં અન્ય દેશો તો ઠીક પણ અન્ય દેશના નાગરિકો પણ ચિંતિત છે. બીજી બાજુ આપણા ભારતીયો અને ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા તેમના રેસ્ક્યૂ થયા તેના સતત અપડેટ્સ લોકો મેળવવામાં આતુર બન્યા છે ત્યારે એક પાનના ગલ્લાવાળા વ્યક્તિએ પોતાના કાઉન્ટર પાસે જ બોર્ડ લગાવી દીધું છે કે અહીં ઊભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં.
આ તસવીર હાલ વાયરલ થઈ રહી છે અને તે તસવીર જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાનનો ગલ્લો ચલાવતી હશે. આ તસવીર સાથે કહેવાઈ રહ્યું છે કે તસવીર સુરતના કીમ વિસ્તારની છે. જેમાં લખ્યું છે કે અહીંયા કાઉન્ટર પાસે ઊભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં. બોર્ડ જોતા લાગી પણ રહ્યું છે કે દુકાનવાળા ભાઈ યુદ્ધની લોકો દ્વારા થતી સતત ચર્ચાઓથી કંટાળ્યા લાગે છે અને તેનું કારણ શું છે તે જાણી શકાયું નથી પરંતુ આપણે ત્યાં કોઈ પણ ઘટનામાં પાનના ગલ્લે અને ચાની કીટલી પર મળતા દરેક વિષયના વિશેષજ્ઞોની વાતો તેમને ગમી નહીં હોય.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












