નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયા તરફથી સતત યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનએ દાવો કર્યો છે કે રશિયાએ કરેલા હુમલામાં ૧૯૮ લોકોના મોત નીપજ્યા છે. સાથે જ ૧૧૧૫ લોકો ઘાયલ થયા છે. તેમાં ૩૩ બાળકનો પણ સમાવેશ થાય છે. ચર્નોબિલ પર થયેલા હુમલા બાદ ન્યુક્લિયર પ્લાન્ટ પાસે રેડિએશનનું જોખમ વધી રહ્યું છે.
સમગ્ર બાબતે યુક્રેનના અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાએ કરેલા હુમલા બાદ ચર્નોબિલના ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ૨૦ ગણું રેડિએશનનું પ્રમાણ વધી ગયું છે. બીજી તરફ રશિયાના સૈનિકોએ ખાર્કિવમાં ગેસ પાઇપલાઇન ઉડાવી દીધી છે. ઉપરાંત બાર્સીલકીવમાં ફાયરિંગના કારણે પેટ્રોલિયમ બેઝમાં ભારે આગ લાગી હતી. રાજધાની કીવ. ખાર્કિવ અને દક્ષિણના શહેરોમાં યુક્રેનની સેના રશિયાની સેનાને ટક્કર આપી રહી છે. યુક્રેનના દોઢ લાખથી વધુ લોકો સ્થળાંતર કરીને પોલેન્ડ, મોલ્દોવા અને રોમાનિયા પહોંચ્યા છે.

રશિયાના હુમલા બાદ યુક્રેન બેલારુસ સાથેની તમામ સરહદો સીલ કરી દીધી છે. યુક્રેનની મદદ કરવા માટે જર્મની ૧૦૦૦ જેટલી એન્ટી ટેન્ક હથિયારો અને ૫૦૦ સ્ટિંગર મિસાઈલ મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જર્મન એરસ્પેસમાંથી પસાર થવા માટે રશિયન ફ્લાઇટસ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેનમાં ૨૫૦થી વધુ મિસાઈલ હુમલો કર્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












