Tuesday, June 30, 2026
HomeGeneralવલસાડ: બાંધકામનું NOC આપવા તલાટી કમ મંત્રીએ વ્યવહાર માટે 50 હજાર માંગ્યા,...

વલસાડ: બાંધકામનું NOC આપવા તલાટી કમ મંત્રીએ વ્યવહાર માટે 50 હજાર માંગ્યા, ACBએ દબોચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં લોકોના ખિસ્સા ખંખેરતો તલાટી કમ મંત્રી એ.સી.બીના હાથે ઝડપાઇ ગયો. તલાટીએ બાંધકામના એન. ઓ.સી કાઢી આવવા માટે ૫૦ હજારની લાંચ માંગી હતી. જો કે આ લાંચ લેવા જતાં એ.સી.બીના હાથે ઝડપાઇ ગયો હતો. રાજ્યમાં અગાઉ અનેક તલાટી કમ મંત્રી એ.સી.બીની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક તલાટી કમ મંત્રી એ.સી.બીના હાથે લાંચ લેતા ઝડપાયો છે.



- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદીના પરીચિતની કંપનીના બાંધકામ માટે એન.ઓ.સી. મેળવવા અરજી આપી હતી. આ કામ માટે ફરીયાદી તલાટીને મળ્યો હતો અને એન.ઓ.સી. બાબતે વાત કરતા વટાર ગ્રામ પંચાયતના કેવલ મિનેષ કુમાર શાહએ એન.ઓ.સી. આપવા માટેનો વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું અને તેના માટે રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

આ બાબતે તલાટી સાથે થયેલ વાતચીત મુજબ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઇ ગયો હતો. એસીબીએ તલાટીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular