Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેનના ટર્નોપિલમાં અભ્યાસ કરતા ગોધરાના વિદ્યાર્થીની વેદના "બોર્ડરથી ૪૦ કિમી સુધીનો ટ્રાફિક,...

યુક્રેનના ટર્નોપિલમાં અભ્યાસ કરતા ગોધરાના વિદ્યાર્થીની વેદના “બોર્ડરથી ૪૦ કિમી સુધીનો ટ્રાફિક, અમે બધી બાજુ ફસાઈ ચુક્યા છે, સરકાર અમારી મદદ કરે”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા: રશિયા દ્વારા યુક્રેન સામે કરવામા આવેલા એલાને જંગના કારણે ભારત દેશમાંથી મેડીકલના અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓને રઝળપાટ કરવાનો વખત આવ્યો છે.યુધ્ધની પરિસ્થિતી ગંભીર બનતા વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન આવવા માટે રીતસરની મદદની ગુહાર સરકાર સામે લગાવી રહ્યા છે.



પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સાઈબાબા નગર ખાતે રહેતા બે વિદ્યાર્થીઓ હર્ષિલ જોશી અને મહર્ષિ જોશી યુક્રેનના ટર્નોપિલ ખાતે નેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેન ઉપર રશિયા દ્વારા જાહેર કરવામા આવેલા યુધ્ધના કારણે તેઓ ફસાઈ ગયા છે.એક વિડિયો જાહેર કરીને ગોધરાના વિદ્યાર્થી હર્ષિલ જોશીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, “અમે ટર્નોપીલ મેડીકલ યુનિર્વસીટીમાંથી ૫૦-૪૦ ટીમ અલગ અલગ એજન્ટ થકી અલગ અલગ અલગ બસોમાં નીકળી છે. બોર્ડરથી ૪૦ કિમી દુર સુધીનો ટ્રાફિક છે. અમને ત્યા ઉતારવામાં આવ્યા છે. અમને બસમાથી ઉતરીને ૩૦ કીલોમીટર ચાલવાનુ કહેવામા આવ્યું છે. અમારી પાસે ચારચાર બેગ છે. આગળ જતા શુ થશે તેની અમને કઈ ખબર નથી. ઈન્ડીયન એમ્બેસી જોડે કોન્ટેક થશે કે નહી તે પણ ખબર નથી અહીંયા નેટવર્ક પણ નથી આવતુ. અમે બધી બાજુથી ફસાઈ ચુક્યા છે. સરકાર અમને મદદ કરે. અમારાથી અહી નીકળવાનો પ્રયત્ન થશે તેટલો કરીશુ.” આ વિડીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ સામાન લઇને રોડ ઉપર ઉભા રહેતા જણાય છે અને ગાડીની કતારો પણ દેખાય છે.


ગોધરા શહેરના સાઈબાબા નગરમા રહેતો વધુ એક વિદ્યાર્થી મહર્ષિ જોષી પણ ફસાતા તેની માતા દિગ્ના બેન જોષી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમણે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, “મારો દિકરો MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ભારત સરકાર અને ભારતની એમ્બેસી મદદ કરશે તેવી આશા રાખી રહી છુ. ત્યાની પરિસ્થિતી જોતા મને લાગે છે મારો દિકરો સેફ નથી. અમે તેની પ્લેનની ટીકીટ પણ બુક કરાવી હતી પણ એરપોર્ટ બંધ છે, અમે સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે અમારા સંતાનોને પાછા લાવશે.” એમ આંખમાં આસુ સાથે જણાવ્યુ હતું.



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular