નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં સનકી પતિએ પિયર રિસામણે બેઠેલ પત્નીને ઘર બહાર બોલાવી બાથ ભીડી કમ્મરે ભરાવેલ ડીનોટર બ્લાસ્ટ કરતા પત્નીના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. સનકી પતિનું પણ બ્લાસ્ટમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. અરવલ્લી જીલ્લા ઇન્ચાર્જ એસપી નીરજ કુમાર બડગુજર, ડીવાયએસપી ભરત બસિયા અને જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ડીનોટર બ્લાસ્ટમાં સનકી પતિ અને તેની પત્નીનું મોત થતા તંત્ર ડીનોટર કેપ ક્યાંથી લાવવામાં આવી હતી. તેની તપાસ આદરી દીધી હતી અને જીલ્લામાં ડીનોટર કેપ વેંચતા વેપારીઓના ત્યાં સઘન તપાસ હાથધરી મેઘરજમાં બે સ્થળે દરોડા પાડી બે શખ્સો સામે ગુન્હો નોંધી એક વેપારીની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મેઘરજના બીટી છાપરાં ગામે ડિટોનેટર કેપથી પતિએ આત્મઘાતી હુમલો કરતાં જિલ્લાનુ પોલીસતંત્ર હરકતમાં આવ્યુ છે . આ ગુનાની તપાસમાં માટે લાગેલી SOGની ટીમે મેઘરજમા લાયસન્સની શરતોનો ભંગ કરી દુકાનમાં રાખવામાં આવેલ 50 ડિટોનેટર કેપો જપ્ત કરી. આ મામલે બે વ્યકિતઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .એક્સપ્લોઝિવ બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લીમાં કઈ કઈ જગ્યાએ આવા પદાર્થો વેચવામાં આવી રહ્યા છે તેની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે બાતમીના આધારે પોલીસે મેઘરજ બસ સ્ટેશન સામે આવેલ ખાંચાની દુકાનમાં તપાસ હાથ ધરી હતી . દરમિયાન આ દુકાનમાંથી લોખંડના પીપમાં ખાખી કલરના પેપરમાં વીંટાળેલ 50 ડિટોનેટર કેપ મળી આવી હતી. આ મામલે દુકાનમાં હાજર મણી નાથાજી તરારની પુછપરછમાં એક્સપ્લોઝિવ પદાર્થ વેચવાનુ લાયસન્સ વેચવાનુ હોવાનુ જણાવી રજુ કર્યુ હતુ.

જો કે આ સામાન મુકવા માટે વલુણા ગોડાઉન છે ત્યાં આ એક્સપ્લોઝિવ પદાર્થ રાખવાનો હોવા છતાં મેઘરજમાં રાખી લાયસન્સની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ હતુ . જેના પગલે પોલીસે આ શખ્સની ધરપકડ કરી અન્ય એક ભાગીદાર ભગવાન ખેમાજી ગાડરી સામે પણ વિસ્ફોટક અધિનિયમન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












