નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગરની કલેક્ટર ઓફીસમાં આવેલા જિલ્લા જમીન દફ્તરમાં વર્ગ ત્રણનો કર્મચારી રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયો છે. એસીબીએ ડિકોયરની મદદથી પોતાને મળેલી માહિતીની તપાસના આધારે આ શખ્સને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આવા જ લોકો આપણી સરકારી સીસ્ટમને ઉધઈની માફક કોરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર એસીબીને એક એવી વિગત મળી હતી કે ગાંધીનગરની કલેક્ટર ઓફિસમાં જિલ્લા જમીન દફ્તર કચેરીમાં રિ-સર્વે રેકોર્ટ પ્રમોગલેશન માટે અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અને કામગીરી ઝડપી નિકાલ કરી આપવા અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારોની આવેલી રી-સર્વેની અરજીઓમાં ક્ષતિ સુધારવા અને ઝડપી નિકાલ આપવાના રૂ. 50,000થી માંડી 1,00,000ની લાંચ માગે છે. જે માહિતી મળતા એસીબીના અધિકારીઓ ચોંકી ગયા હતા. તેમણે તુરંત આ મામલે તપાસ હાથ ધરી અને તેમની તપાસ દરમિયાન રિ-સર્વેની કામની અરજી આપી તો તે અરજદારનો સંપર્ક કરી ડિકોયર તરીકે રાખી રિ સર્વેની અરજીનો નિકાલ અને સુધારો ઝડપી કરી આપવા જમીન દફતરની કચેરીના સિનિયર સર્વે હેડક્વાટર આસિસ્ટન્ટ (શિરસ્તેદાર) એવા અતુલ કનૈયાલાલ વ્યાસનો સંપર્ક કરતાં તેણે આ ડિકોયર પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચના છટકામાં અતુલ વ્યાસ ભરાવા જઈ રહ્યો છે તેનો તેને અંદાજ પણ આવ્યો નહીં. બધી વાતચિત પછી જ્યારે ડિકોયર પાસેથી રૂપિયા લેવાના થયા ત્યારે હશીખુશી રુપિયા લીધા અને તુરંત પકડાઈ પણ ગયા.








